માળિયા નજીક બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત : પાંચના મોત

- text


બન્ને કાર બુકડો બોલી ગઈ : બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ : મૃતદેહને પીએમ અર્થે માળિયા ખસેડવામાં આવ્યા

માળિયા : માળિયાના માણાબા પાટિયા પાસે આજે સાંજના સુમારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ભયાનક અકસ્માતમાં ૪ પુરુષ અને ૧ મહિલા મળીને કુલ ૫ વ્યક્તિના મોત નિપજયા હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ માળિયા નજીક આવેલા માણાબાના પાટિયા પાસે આજે સાંજના સમયે બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં અમદાવાદ તરફ જતી જીજે ૦૯ બીબી ૫૨૮૨ નંબરની સેવરોલેટ કાર સાથે રોડ ઉપર રોંગ સાઈડમાં આવતી જીજે ૦૧ કેએલ ૧૧૨૯ નંબરની આઈ ૨૦ કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં બન્ને કારનો બુકડો બોલી ગયો હતો . કારમાં સવાર ૪ પુરુષ અને ૧ મહિલા મળીને કુલ ૫ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજયા હતા. અન્ય બે મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અકસ્માતની જાણ થતા પોલીસ અને ૧૦૮ની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઇજાગ્રસ્ત બે મહિલાઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે પાંચેય મૃતકોના મૃતદેહને માળિયા ખાતે પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત પોલીસને મૃતક વ્યક્તિઓ અમદાવાદ બાજુના હોવાની પ્રાથમિક માહિતી મળી છે. હાલ પોલીસ દ્વારા વધુ વિગત મેળવવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text

- text