મોરબીને સ્વચ્છ બનાવવા હવે તબીબો હાથમાં સાવરણા લેશે

- text


28મીએથી નવા બસ સ્ટેન્ડ ખાતેથી સફાઈ અભિયાનનો પ્રારંભ કરશે : સફાઈ અભિયાનમાં 25 સભ્યો જોડાયા

મોરબી : શહેરને એકદમ સ્વચ્છ અને સુધડ રાખવાની જવાબદારી તંત્રની સાથે દરેક નાગરિકની હોય છે.ત્યારે મોરબીમાં સામાજિક ઉત્તરદાયિત્વની જવાબદારી સુપેરે નિભાવવા માટે તબીબે સ્વચ્છતા અભિયાન હાથ ઉપર લીધું છે જેમાં તેઓ તથા તેમની ટીમ 28મીએથી નવા બસસ્ટેન્ડથી સ્વચ્છતા અભિયાનો પ્રારંભ કરશે.આ સ્વચ્છતા અભિયાનમાં હાલ 25 સભ્યો જોડાયા છે.

મોરબી શહેરને સોરાષ્ટ્ના પેરીષ તરીકે ઉપમા મળી હતી.પરંતુ છેલ્લા કેટલાક સમયથી મોરબી શહેરમાં સ્વચ્છતાનો.મોટા અભાવ જોવા મળી રહ્યો છે. સંબધિત તંત્રની સાથે શહેરના નાગરિકોની પણ ક્યાંકને ક્યાંક બેદરકારીને કારણે મોરબી શહેરમાં ગંદકીની સમસ્યા સર્જાઈ છે.જોકે શહેરને એકદમ સ્વચ્છ અને સુધડ રાખવું હોય તો તંત્રની સાથે લોકોના સહિયારા પ્રયાસની જરૂર છે.ખાસ કરીને જાગૃત નાગરિકો આ દિશામાં ખાસ પ્રયત્નો કરે તે ઘણું જરૂરી છે.ત્યારે મોરબીના ડો.ચિરાગ અઘરાએ શહેરને સ્વચ્છ રાખવા માટે પહેલ કરી છે અને તેમણે સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે.જેમાં હાલ 25 સભ્યો જોડાયા છે.આ ટીમ તા.28 એપ્રિલના રોજ સવારે 6:30 વાગ્યાની આસપાસ નવા બસ સ્ટેન્ડ ખાતેથી સફાઈ અભિયાનનો પ્રારંભ કરશે.તેઓ કહે છે કે શહેરને સ્વચ્છ રાખવા દરેકએ બે કલાક સફાઈ કરવી જોઈએ અને આ સફાઈ અભિયાનમાં હાથના ગ્લોઝ અને ડસ્ટબીન સ્થળ પર આપવામાં આવશે.હાલ વેકેશનનો સમય હોય ફુરસદના સમયમાં વિધાર્થીઓને આ સફાઈ અભિયાનમાં જોડાવવાની અપીલ કરી છે અને સફાઈ અભિયાનમાં સ્વેચ્છાએ જોડાવવા માંગતા નાગરિકોને ડો.ચિરાગ અધારાનો સંપર્ક સાધવા જણાવાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

 

- text