મોરબી: લક્ષ્મીનગર ગામે સનાતન ધૂન મંડળનો કાર્યક્રમ યોજાયો

- text


ધૂન-ભજન કાર્યક્રમમાં એકઠો થયેલો રોકડ ફાળો તેમજ ઘઉં નિરાધાર કુટુંબોને વિતરિત કરાશે

મોરબી : લક્ષ્મીનગર ગામ ખાતે ગત 24 એપ્રિલના રોજ સનાતન ધૂન મંડળના લાભાર્થે ધૂન- ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધૂન ભજન સંધ્યામાં લક્ષ્મીનગર ગામ સમસ્ત દ્વારા ૩૭ હજાર રૂપિયાનો રોકડ ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ૪૭ મણ ઘઉં પણ એકત્રીત કરાયા હતા. સનાતન ધૂન મંડળ દ્વારા આ ધન રાશિનો ઉપીયોગ
કોઈપણ જાતની આવક વગરના નિરાધાર કુટુંબોને રાશન-કરીયાણું લઈ આપવામાં કરે છે.

ઉલ્લેખનીય છે કે સનાતન ધૂન મંડળ વિવિધ વિસ્તારોમાં ધૂન અને ભજનનું આયોજન કરીને રોકડ રાશિ અથવા કાચું સીધું કરિયાણું મેળવીને નિરાધાર કુટુંબોને રાશનની એક કીટ બનાવીને વિતરિત કરે છે. આ કિટમાં ઘઉં,તેલ, ચોખા, ચા-ખાંડ, ગોળ જેવી જીવન જરૂરિયાતની વિવિધ કાચી સામગ્રી હોય છે. આવી કિટ એવા કુટુંબોને અપાય છે જેમના ઘર-પરિવારમાં કોઈ વ્યક્તિ કશો કામ ધંધો કરી શકવા સમર્થ ન હોય. સનાતન ધૂન મંડળની આ સેવાકીય પ્રવૃત્તિનો લાભ લેવા માટે તેમજ કોઈ પણ સ્થળે ધૂન ભજનનો કાર્યક્રમ યોજાવીને આ સેવાકીય પ્રવૃત્તિમાં સહભાગી બનવા માટે ધૂન મંડળનો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text