મોરબી : ગૌશાળાના લાભાર્થે નાટકો ભજવાશે

- text


શ્રી કૃષ્ણાનંદ ગૌશાળા તેમજ શ્રી વાનરવીર આશ્રમ ધૂળકોટના લાભાર્થે આયોજિત નાટકો માણવા જાહેર જનતાને આમંત્રણ

મોરબી : પાવડીયારી યુવક મંડળ તથા માણેકવાડા ગામ સમસ્ત દ્વારા શ્રી કૃષ્ણાનંદ ગૌશાળા તેમજ શ્રી વાનરવીર આશ્રમ ધૂળકોટના લાભાર્થે તારીખ ૦૪ એપ્રિલને શનિવારના રોજ રાત્રે ૯ કલાકે રત્નકલા ગ્રાઉન્ડ, સમય ગેઇટની બાજુમાં, શનાળા રોડ મોરબી ખાતે મહાન ઐતિહાસિક નાટક “મહાભારત” ભજવાશે.
આ નાટકમાં મહાભારતના દરેક મુખ્ય પ્રસંગો ભજવાશે. જેમાં પાત્રોની રજૂઆત દ્વારા મુખ્ય પ્રસંગો જેવાકે ભીષ્મની ભીષણ પ્રતિજ્ઞા, શ્રીકૃષ્ણ વૃષ્ટિ, શકુનિના કપટી દાવપેચ, અભીમન્યુ ચકરાવો, દુર્યોધન સાથે ભીમનું ગદા યુદ્ધ અને કર્ણની દાનવીરતાના પ્રસંગો જોવા મળશે. આ સાથે જ બાપાસીતારામ ગૌસેવા યુવક મંડળ સજ્જનપર દ્વારા હાસ્ય રસિક નાટક “માણકીની માથાકૂટ” રજૂ કરવામાં આવશે.

- text

શ્રી કૃષ્ણાનંદ ગૌશાળા તેમજ શ્રી વાનરવીર આશ્રમ ધૂળકોટના લાભાર્થે આયોજિત નાટકોનો ધર્મપ્રેમી જનતાએ લાભ લેવા મહંત ધરમદાસ બાપુ અને સમસ્ત માણેકવાડા ગામ પ્રમુખ જગદીશભાઈએ જાહેર જનતાને આમંત્રણ પાઠવ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text