માળીયા : ફૂલ સ્પીડે જઈ રહેલા ટ્રકે કાબુ ગુમાવતા પલટી ખાઈ ગયો

- text


માળીયા : બુધવારે બપોરે 1:20 કલાકે સુરજબારી પાસે તેજ ગતિથી જઈ રહેલા એક ટ્રક ડ્રાયવરે યુ ટર્ન લેતા સમયે ડ્રાયવિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રસ્તા પર પલટી મારી ગયો હતો. જોકે અકસ્માત સમયે આગળ પાછળ બીજું કોઈ વાહન આવતું ન હોવાથી બીજું કશું અઘટિત બન્યું નથી. આ બનાવમાં ટ્રક ડ્રાયવર પણ ઇજા થવાથી બાલબાલ બચી ગયો હતો. આમ છતાં અકસ્માતની ખબર મળતા 108નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પલટી ખાઈ ગયેલા ટ્રકને ક્રેઇનની મદદ દ્વારા સીધો કરીને રસ્તો ક્લિયર કરવામાં આવ્યો હતો. બનાવમાં કશું વધુ નુકશાન ન હોવાથી કે કોઈ ઇજાગ્રસ્ત થયું ન હોવાથી પોલીસમાં બનાવની નોંધ કરાવવામાં આવી નથી એવું માળીયા પો.સ્ટે. માંથી જાણવા મળ્યું

છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

- text

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text