માળિયાના રાસંગપર ગામની શાળાને શહીદ જવાનનું નામ અપાયું

- text


વર્ષ ૨૦૦૪માં બાંગ્લાદેશની સરહદે શહીદ થયેલ સ્વ. દામજીભાઇ બુડાસણાનું નામ શાળાને આપી અનોખી શ્રધાંજલિ અપાઈ

માળિયા : માળીયા તાલુકાના રાસંગપર ગામના રહેવાસી તથા બોર્ડર સિકયુરિટી ફોર્સના જવાન દામજીભાઇ અમરશીભાઇ બુડાસણા એપ્રિલ-2004માં બાંગ્લાદેશની સરહદે પેટ્રોલિંગ દરમિયાન શાહિદ થયા હતા, તેમની શહીદીની યાદમાં શિક્ષણાધિકારી જીજ્ઞાબેન અમૃતિયાના આદેશ અનુસાર શાળાના આચાર્ય પ્રભાતભાઈ લાવડીયાને શાળાનું નામ બદલીને બી.એસ.એફ. વીર જવાન દામજીભાઇ અમરશીભાઇ બુડાસણા પ્રાથમિક શાળા-રાસંગપર કર્યું હતું.

અત્રે નોંધનીય છે, કે રાજ્ય સરકારે સીમાડાની સુરક્ષા કરતા અને માતૃભૂમિની રક્ષા કાજે શહીદી વહોરી લેનાર જવાનોની યાદમાં એક યોજના બનાવી છે, જે અંતર્ગત શાહિદ જવાનની વતનની શાળાનું નામકરણ તેમના નામે કરવા આદેશ અપાયો છે, આ આદેશને અનુસરીને રાસંગપરમાં શાળાનું નામ બદલાવવામાં આવ્યું છે. તારીખ 25ને ગુરુવારે(આજે) શહિદના પરિવારજનો તથા ગ્રામજનોની હાજરીમાં આ શાળાનું નામકરણ થતા ગામમાં હર્ષનું વાતાવરણ છવાઈ ગયું હતું. શહિદ દામજીભાઈના પરિવારજનોએ આ પગલાં બદલ સરકાર અને વહીવટીતંત્રનો આભાર પ્રગટ કર્યો હતો.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text