મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમમાં જુલાઈ સુધી ચાલે તેટલું પાણી

- text


 

મચ્છુ ડેમમાં 749 એમસીએફટી પાણીનો જીવંત જથ્થો : દૈનિક 6 એમસીએફટી પાણી ઉપાડાઈ છે.

મોરબી : મોરબીમાં ગતવર્ષે ચોમાસુ ખૂબ જ નબળું રહ્યું હોવાથી આ વખતે ઉનાળામાં પાણીની સમસ્યાઓ ઉભી થાય તેવી સ્થિતિ હતી.પરંતુ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ ડેમમાં જુલાઈ સુધી ચાલે તેટલું પાણી હોવાથી વરસાદ થતાં સુધીમાં પાણી કટોકટી ઉભી નહિ થાય, હાલ આ ડેમમાંથી દૈનિક 6 એમસીએફટી પાણીનો જથ્થો ઉપાડીને મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પહોચાડવામાં આવે છે.

- text

મોરબીની જીવાદોરી ગણાતો મચ્છુ 2 ડેમ સોરાષ્ટ્નો મધરડેમ છે.આ મધરડેમની નમર્દા કેનાલ સાથે લીકઅપ છે.તેથી જરૂરિયાત માત્રામાં સમયાંતરે નર્મદામાંથી મચ્છુ ડેમમાં પાણી ઠલવાતું રહે છે.જોકે ગત વર્ષે ચોમાસુ નબળું રહ્યું હોવાથી આ વખતે ઉનાળામાં પાણીની કટોકટી ઉભી થયા તેવી ચિતા લોકોમાં ઉદભવી હતી.ત્યારે ડેમના અધિકારી કે.જે.બરાસરાએ જુલાઈ સુધીમાં પાણીની કટોકટી નહિ થવાનો સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે.મચ્છુ ડેમમાં કુલ 883 એમસીએફટી પાણીની જથ્થો છે અને 749 એમસીએફટી પાણીનો જથ્થો જીવંત છે.એટલે કુલ પાણીના જથ્થો 147 દિવસ સુધી ચાલશે અને જીવંત જથ્થાની દષ્ટિએ આ પાણી 124 દિવસ ચાલશે આ રીતે એકંદરે જુલાઇ સુધી પાણી ચાલશે.ત્યાં સુધીમાં વરસાદ પડી જવાની સંભાવના હોય છે અને કદાચ વરસાદ ખેંચાય તો નર્મદામાંથી પાણી ઉપાડીને લોકોની જરૂરિયાત પૂરી પાડવામાં આવશે.હાલ નગરપાલિકા અને પાણી પુરવઠા દ્વારા આ ડેમમાંથી દૈનિક 6 એમસીએફટી પાણી ઉપાડવામાં આવે છે.જોકે હાલ નર્મદાની પાણી બધ છે.પરંતુ અગાઉ 2110 એમસીએફટી પાણી નર્મદામાંથી આવ્યું હતું અને તેમાંથી સૌની યોજના હેઠળ 1128 એમસીએફટી પાણી જામનગરને આપ્યું હતું.હાલ આ મધર ડેમમાંથી સોરાષ્ટ્ના અન્ય 7 થી 8 ડેમોમાં પાણી પહોંચાડવામાં આવે છે.

- text