સીરામીક ઉદ્યોગકારોના હલ્લાબોલના પગલે ૨૪ કલાકમાં પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપતું ગુજરાત ગેસ

- text


 

લો પ્રેસરના કારણે પીપળી રોડના સીરામીક એકમોને કરોડોનું નુકસાન: મોરબી સીરામીક એસોસિએશનની આગેવાનીમાં ઉગ્ર રજુઆત

મોરબી : મોરબીના પીપળી રોડ ઉપર આવેલા ૩૫ જેટલા સિરામિક એકમોને છેલ્લા ૨૦ દિવસથી પૂરતા પ્રેસરથી ગેસ ન મળતા કરોડો રૂપિયાનું નુકશાન સહન કરવાનો વારો આવતા આજે મોરબી સિરામિક એસોશિએશનની આગેવાની હેઠળ સેંકડો ઉદ્યોગકારોએ ગુજરાત ગેસની ઑફિસે હલ્લાબોલ કરતા અંતે ગુજરાત ગેસ કંપની દ્વારા ૨૪ કલાકમાં પ્રશ્ન ઉકેલવા ખાતરી આપી હતી.

છેલ્લા ૨૦ દિવસથી મોરબીમાં પીપળી રોડ વિસ્તારમાં ગેસ પુરવઠો ખોરવાયો છે અંર દરરોજ રાત્રીના લો પ્રેસર થઈ જતું હોવાથી ઉદ્યોગકારોને કરોડો રૂપિયાની નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે.

દરમિયાન ગુજરાત ગેસના ધાંધિયાથી ત્રસ્ત બનેલા કારખાનેદારો દ્વારા આજે ગુજરાત ગેસની ઑફિસે હલ્લાબોલ કરવામાં આવ્યું હતું જેમાં ૨૦૦ જેટલા ઉદ્યોગકારો જોડાયા હતા.

વધુમાં મોરબી સિરામિક એસોશિએશનના પ્રમુખો પણ આ રજુઆતમાં જોડતા ગુજરાત ગેસ કંપની દ્વારા ૨૪ કલાકમાં પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હોવાનું પ્રમુખ મુકેશ ઉઘરેજાએ જણાવ્યું હતું.

જો ગુજરાત ગેસ કંપની ૨૪ કલાકમાં પ્રહન નહિ ઉકેલે તો કારખાનેદારો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવનાર હોવાનું પણ મોરબી સિરામિક એસોશિએશનના પ્રમુખો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.

- text

- text