દમણ ખાતે મોરબીના યુવાનના શંકાસ્પદ મોતના પ્રકરણમાં સીબીઆઈ દ્વારા તપાસની માંગ

- text


મૃતક યુવાનના પિતાએ મુખ્યમંત્રીને રજુઆત કરી

મોરબી : મોરબીના યુવાનનું દમણ ખાતે થયેલા શંકાસ્પદ મોતના પ્રકરણમાં મુતક યુવાનના પિતાએ તેના પુત્રને સ્થાનિક પોલીસ હેરાનગતિ કરતી હોવાનો ગંભીર આક્ષેપ કરી આ બાબતે મુખ્યમંત્રીને રજુઆત કરીને આ સમગ્ર બનાવની સીબીઆઈ દ્વારા તપાસ કરાવી યોગ્ય ન્યાય આપવાની માંગ કરી છે.

મોરબીના નવલખી રોડ પર આવેલ કુબેરનગર પાસેની રોયલ પાર્ક શેરી નંબર 1 માં રહેતા કિશોરભાઈ સવજીભાઈ પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરીને જણાવ્યું હતું કે, તેમના પુત્ર નિલેશભાઈ અને તેમણે સ્થાનિક પોલીસ લાંચ માંગતી અને માર મારતી હોવાનો ગંભીર આક્ષેપ કરીને અગાઉ એસીબીના ડાયરેક્ટરને રજુઆત કરી હતી પરંતુ એસીબીએ કોઈ કાર્યવાહી કરી ન હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક પોલીસ વિરુદ્ધ રેકોડીગના પુરાવા હોવા છતાં કોઈ પગલાં ન લેવાતા તેમના પુત્ર પર ત્રાસ ગુજારાતા અને પોલીસની બીકથી તે ભાગી ગયો હતો.ત્યારબાદ ગત તા.11.6.2018ના રોજ તેમના પુત્રની દમણ ખાતેથી લાશ મળી આવી હતી.ત્યારે આ પુત્રના શંકાસ્પદ મોતના મામલે સ્થાનિક પોલીસની સંડોવણીનો ગંભીર આક્ષેપ કરી ઉચ્ચ અધિકારીને અરજી આપી હતી પણ પોલીસે ફરિયાદ નોંધી ન હોવાનું જણાવીને આ બનાવની સીબીઆઈ દ્વારા તપાસ કરાવીને યોગ્ય ન્યાય આપવા સીએમને રજુઆત કરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

 

- text