પીપળી રોડ ઉપર લો પ્રેસરને પગલે સિરામિક કારખાનેદારોનું હલ્લાબોલ

મોરબી ગુજરાત ગેસ કંપનીની ઑફિસે સિરામિક ઉદ્યોગપતિઓ ઉમટ્યા

મોરબી : છેલ્લા ઘણા સમય થયા પીપળી રોડ ઉપર ગેસ નુ પ્રેસર મળતુ ન હોવાથી આજે પીપળી રોડના સિરામિક કારખાનેદારોએ ગુજરાત ગેસની ઑફિસે હલ્લાબોલ કરી ઉગ્ર રજુઆત કરી હતી.

પીપળી રોડ ઉપર આવેલા સિરામિક એકમોમાં પૂરતા પ્રેસરથી નેચરલ ગેસ પુરવઠો મળતો ન હોવાથી આજે સેગમ સિરામિકના મુકેશભાઈ પટેલની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કારખાનેદારો ગુજરાત ગેસની ઑફિસે ઘસી ગયા હતા અને ગેસ પ્રેસર મામલી રોષભેર રજુઆત કરી હતી.

વધુમાં કારખાનેદારોએ રજુઆતમાં જણાવ્યું હતું કે લો પ્રેસરને કારણે ૨૦ જેટલા યુનિટો દરરોજનુ લાખોનુ નુકશાન કરે છે ત્યારે આજે ગુજરાત ગેસ કંપની મોરબીની ઓફીસ ખાતે ૨૦૦ જેટલા લોકોએ પોતાની મુશ્કેલી વર્ણવી તાત્કાલિક અસરથી પૂરતા પ્રેસરથી ગેસ પુરવઠો પૂરો પાડવા ઉગ્ર માંગણી કરી હતી.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news