વાંકાનેરમાં ટેકનિકલ એરરના કારણે અમુક ઇવીએમ બદલાવ્યા : શાંતિપૂર્ણ વાતાવરણમાં ધીમી ગતિએ મતદાન

- text


રાજકોટ લોકસભાની બેઠકમાં વાંકાનેર વિસ્તારનું મતદાન સવારે અમુક ઇવીએમ મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાતા તાત્કાલિક ધોરણે ખામીયુક્ત ઈવીએમ મશીનને બદલાવામાં આવેલ અને મતદાન ચાલુ કરાવવામાં આવેલ

મદદનીશ ચૂંટણી અધિકારી એન.એફ. વસાવાના જણાવ્યાં મુજબ વાંકાનેર મતદાન વિસ્તારમાં કુલ ૧૨ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારમાં રાખવામાં આવી છે જેમાં રિઝર્વ ઇવીએમ મશીન રાખવામાં આવેલ છે ઉપરાંત ૨૦ ઝોનલ માં રિઝર્વ મશીનની સગવડતા રાખવામાં આવેલ છે માટે જો કોઇ વિસ્તારમાં ઈવીએમમાં ટેકનિકલ એરર આવે તો તાત્કાલિક જે-તે નજીકની ટીમ કે ઝોનલ સ્થળ પર જઇ ઈવીએમમાં આવતી એરર સોલ્વ કરી શકે અથવા તો જરૂર જણાય તો ઇવીએમ ચેન્જ કરી શકે સાથોસાથ આ ઝોનલ ટીમ જે વાહનનો ઉપયોગ કરે છે તેમાં પણ જીપીએસ સિસ્ટમ લગાડવામાં આવી છે જેથી કરી તેમને મોનિટરિંગ કરી શકાય અને નજીકની ટીમને મતદાન મથક પર પહોંચાડી શકાય. સાથોસાથ બેલ એન્જિનિયરિંગ કંપનીના બે એન્જિનિયરોને કંટ્રોલરૂમ પર રાખવામાં આવેલ છે જેથી કરી જો કોઈ જગ્યાએ ઇવીએમ માં ટેકનિકલ ખામી સર્જાય તો ફોન પર તેમને ટેકનીકલી રીતે સોલ્વ કરી શકાય.

- text

સવારના સમયે વાંકાનેરના કલાવડી ગામે ઇવીએમમાં એરર આવતા મતદાન ખોવાયેલ પરંતુ વહેલી તકે તે ઈવીએમ ને ચેન્જ કરી મતદાન શરૂ કરાવતાં અત્યાર સુધીમાં કલાવડી ગામે ૬૦ ટકા મતદાન નોંધાયેલ છે અને વાંકાનેર વિસ્તારમાં એક વાગ્યા સુધીમાં કુલ ૪૩.૩૪ ટકા મતદાન નોંધાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text