મોરબી માળીયાના ગ્રામ્ય વિસ્તારોમાં સરેરાશ 30થી 40 ટકા મતદાન

- text


ગ્રામીણ મતદારોમાં ભારે ઉત્સાહ : મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં યુવાનોથી માડી વૃદ્ધ મતદાતોઓની કતારો લાગી

મોરબી : મોરબી જિલ્લામાં આજે લોકસભાની ચૂંટણી માટે ભારે મતદાન થઈ રહ્યું છે.ત્યારે મોરબી માળીયા તાલુકાના મોટાભાગના ગામડાઓમાં સરેરાશ 30 થી 40 ટકા જેવું ધીગુ મતદાન થઈ ગયું છે અને મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાંના મતદાન બુથો પર યુવાનોથી માંડીને વૃધ્ધ મતદાતાઓની લાંબી કતારો લાગી છે.

મોરબી માળીયા તાલુકાના મોટાભાગના ગ્રામીણ વિસ્તારોમાં આજે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે તમામ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સવારથી મતદાન શરૃ થતાની સાથે મતદારો મતદાન બુથો પર ઉમટી રહ્યા છે.ત્યારે મોરબી માળિયાના મોટાભાગના ગામડામાં બપોરના 12 વાગ્યા સુધીમાં સરેરાશ 30 થી 40 ટકા જેવું ધીગુ મતદાન થઈ ગયું હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. મોરબી તાલુકાના મોડપર, બીલયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તથા માળીયા તાલુકાના સરવડ પીપળીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં યુવાનોથી માંડીને વૃદ્ધ મતદારો મોટા પ્રમાણમાં મતદાન બુથો પર મતદાન કરવા ભારે કતારો લગાવી રહ્યા છે.તેમજ શારીરિક ખામીની પરવા કર્યા વગર વિકલાંગો પણ ઉત્સાહભેર મતદાન કરીને લોકસભાનું પર્વ ઉજવી રહ્યા છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text

 

- text