મોરબીમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવોદોરી ટૂંકાવી

- text


મોરબી : મોરબીના કુબેરનગર વિષ્ણુનગર વિસ્તારમાં રહેતા યુવાનને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના નવલખી રોડ પર આવેલા કુબેરનગરના વિષ્ણુનગર વિસ્તાર રહેતાં રાહુલ મહેશભાઈ મકવાણા (ઉ.વ.૧૮) નામના યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને મોતની સોડ તાણી લીધી હતી. પોલીસે આ બનાવની નોંધ કરી યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો તે જાણવા માટે મૃતક યુવાનના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

- text