ક્યાં પરિબળોના આધારે મતદાન કરવું ? મોરબી રેડિયોમાં આજે રાત્રે સાંભળો મહત્વની ડિબેટ

 

કલોક એસો.ના પ્રમુખ શશાંક દંગી, સીરામીક એસો.ના પ્રમુખ નિલેશ જેતપરીયા, યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેન રબારી સાથે સિનિયર પત્રકાર દિલીપ બરાસરા કરશે મહત્વની ચર્ચા

મોરબી : ઘણી વખત યુવા મતદારો કોને મત આપવો તે મુદ્દે મૂંઝવણ ભરી સ્થિતિમાં મુકાઈ જતા હોય છે. ત્યારે ક્યાં પરિબળોના આધારે મતદાન કરવું તે વિષય ઉપર ‘મોરબી અપડેટ’ દ્વારા ખાસ ડિબેટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડિબેટનું ટેલિકાસ્ટ મોરબી રેડીયોમાં આજે રાત્રે ૮ વાગ્યે થવાનું છે.

લોકશાહીમાં મતદાનનું શું મહત્વ છે ? ક્યાં મુદ્દા અને ક્યાં પરિબળોના આધારે મતદાન કરવું જોઈએ ? મતદાન માટે વિવેક બુદ્ધિ કેટલી જરૂરી ? આવા અનેક મુદ્દા પર મતદારોએ એક વખત ગહનતાથી વિચાર કરીને ત્યારબાદ મત આપવો જોઈએ. ખાસ કરીને યુવા મતદારો કોને મત આપવો તે વિશે મૂંઝવણ અનુભવતા હોય છે. જો કે આ તમામ મુદ્દે લોકોને વિશેષ માહિતી પ્રદાન કરવા માટે ‘મોરબી અપડેટ’ દ્વારા આજે ખાસ ડિબેટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડિબેટમાં મોરબીના થિન્ક ટેન્ક સમાન આગેવાનો કલોક એસોસિઍશનના પ્રમુખ શશાંકભાઈ દંગી, સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા અને યંગ ઇન્ડિયા ગ્રૂપના મેન્ટોર દેવેનભાઈ રબારી સાથે સિનિયર પત્રકાર દિલીપભાઈ બરાસરા મહત્વની ચર્ચા કરવાના છે. આ ડિબેટ શો મોરબી રેડીયોમાં રાત્રે ૮ કલાકે પ્રસારિત કરવામાં આવનાર છે. તો આ મહત્વની ડિબેટ સાંભળવાનું ચૂકશો નહિ.