હડમતિયા ગામના મોભી સમાન સૌથી વયોવૃદ્ધ ૧૦૮ વર્ષના ભીમાબાપાનો દેહવિલય

 

૧૦૭ વર્ષથી લોકશાહી પર્વની ઉજવણી કરતા આવતા દાદા આ વર્ષે ન કરી શક્યા મતદાન
પશુ પ્રત્યનેની અપાર લાગણી દર્શાવતા દાદા લોકશાહીમાં પોતાના અમુલ્ય મતનું મુલ્ય આજે પણ સમજતા હતા

ટંકારા : ટંકારા તાલુકાના હડમતિયા ગામના માલધારી સમાજમાં જન્મેલા “ભીમજીભાઈ ખોળાભાઈ અજાણા “ભીમાબાપા”ના હુલામણા નામથી પ્રચલિત હડમતિયા ગામના સૌથી વયોવદ્ધ ૧૦૮ વર્ષની સતાયુ વટાવી ચુકેલ વ્યકિત હતા. ગામઠી ભાષામાં કહીઅે તો “ગામનો મોભ” હતા. આજે જ તેમનો દેહવિલય થતા હડમતિયા ગામમાં તેમજ માલધારી સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. તેેઅો જીવનના રંગમંચની પીચ પર ૧૦૮ રનની સદી ફટકારી હતી પરંતુ છેલ્લા અેક વર્ષથી પેરાલિસિશની અસરથી પથારીવશ હતા જયારે આગામી લોકસભાની ઈલેકશનને જોતા દાદાજીઅે ૧૦૭ વર્ષથી પોતાના અમુલ્ય મતનો અધિકાર દેતા આવ્યા છે.

આજથી બે વર્ષ પહેલા તેમની વિડીયો કલિપમાં તેમની સાથે બેસીને જીવનમાં ઉતાર ચઢાવની વાતો સાંભળી ત્યારે તેમને વિક્રમ સવંત ૧૯૯૬ ની સાલમાં દાદાની ઉંમર ૩૦ વર્ષની ભર યુવાની હતી ત્યારે તે સમયે “છન્નવાકાળ” ની ભયાનક દુષ્કાળની આપવિતી જણાવી હતી. તે સમયમાં આપણા પુર્વજોની કેવી દયનિય સ્થિતી હશે…?
ભીમાબાપાને પશુ પ્રત્યેની આપાર લાગણીની વાત કરુ તો…જયારે દાદાશ્રી પરોઢીયે ગામના ગોંદરે પશુઅોને અેકઠા કરવા “વાંભોળો” (પશુને બોલાવા કરાતો અાવાજ) આખા ગામની ગલીઅોમાં સંભળાતો અને પશુ દોડતા ગામના ગોંદરે આવી જતા.ભીમાબાપા ગમે તેવા મારકણા કે દોહવા ન દેતા ગાય કે ભેંસ પર અેકવાર વ્હાલસોયો હાથ ફેરવતા તે પશુ કાયમ માટે પ્રેમાળ બની શાનમાં સમજી જતુ હતું.

મરણના આગલા દિવસે જ દાદાની પથારીવશની મોરબી અપડેટ રુબરુ મુલાકાત લેતા તેમના જયેષ્ઠ દિકરી અને જયેષ્ઠપુત્ર સારવાર કરતા નજરે ચડ્યા અને જીવન મરણ વચ્ચે જોલા ખાતા દાદાની છેલ્લા બે વર્ષની આપવિતી જણાવતા શરીરના રુવાળા ઉભા થઈ જાય તેવી સત્ય કથા જણાવી હતી…દાદાને સવારમા છેલ્લા બે વર્ષથી શિરામણ કરતા હતા ત્રણ રોટલીમાંથી બે રોટલી આંગણે આવતી ગાય માટે ખિસ્સામા નાખી દેતા અેક પોતે જમતા આમ પોતાનુ પેટ બાળી ગાયમાતાનું પેટ ઠારતા. આ નિત્યક્રમ બે વર્ષથી ચાલ્યો આવતો અેકદિવસ અોંચિતા પથારીવશ થતા તેમના જયેષ્ઠ દિકરાને ગાય ડેલીઅે આવતા દાદાઅે શાનમા ઈશારો કર્યો કે અેક રોટલી હું ખાતો અને બે રોટલી ગાયને નાખતો અેટલે તે આવી છે માટે તેનુ શિરામણ આપ…!! ત્યારે જયેષ્ઠપુત્રને ખબર પડી કે બે રોટલી પરિવારને ન ખબર પડે તેમ ગાયમાતાને જમાડી દેતા.

આ કોઈ વાર્તા નથી પણ અેક સત્ય હકિકત પશુ પ્રત્યે પ્રેમ ધરાવતા દાદાજીની છે.આજે જ તા. ૨૧/૪/૨૦૧૯ ના રોજ પથારીવશ ભીમાબાપાનો દેહવિલય થતા ગામમાં શોકનુ મોજુ ફરી વળ્યું છે.