વાંકાનેર નજીક રાજકોટના યુવાનનું ઝેરી દવા પી લેતા મોત

 

વાકાનેર : વાંકાનેર નજીક રાજકોટના યુવાને ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું.આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર રાજકોટના મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા વિપુલભાઈ બટુકભાઈ કુબાવત ઉ.વ.38 નામના યુવાને ગઈકાલે વાંકાનેરના પીપળીયારાજ ગામે તીથવા નજીક કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું.વાંકાનેર પોલીસે આ બનાવની નોંધ કરીને યુવાને ક્યાં કારણોસર ઝેરી દવા પીધી તે જાણવા મૃતકના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.