મોરબીમાં મતદાન જાગૃતિ અર્થે આજે રાત્રે સ્કાય મોલ પાસે કવિ સંમેલન

મોરબી અપડેટ, યંગ ઇન્ડિયા ગ્રૂપ, સાહિત્ય સ્પંદન દ્વારા આયોજન : તમામ લોકોને કવિ સંમેલન માણવા જાહેર આમંત્રણ

મોરબી : મોરબીમાં મતદાન જાગૃતિ અર્થે આજે રવિવારે રાત્રે 8.30 કલાકે મોરબી અપડેટ, યંગ ઇન્ડિયા ગ્રૂપ, સાહિત્ય સ્પંદન દ્વારા જિલ્લા ચૂંટણી તંત્રના સહયોગથી કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

લોકસભાની ચૂંટણી આગામી તા. ૨૩ના રોજ યોજાવાની છે. આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેવા આશય સાથે મતદાન જાગૃતિ અર્થે મોરબી અપડેટ , યંગ ઇન્ડિયા ગ્રૂપ, સાહિત્ય સ્પંદન અને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સ્કાય મોલ ખાતે આજે રવિવારે રાત્રે ૮:૩૦ કલાકે કવિ સંમેલન યોજાશે. જેમાં યુવા કવિઓ જનાર્દન દવે, કવિ જલરૂપ, સંજય બાપોદરીયા, નિશિત સોની, વિશાલ પારેખ, મિત રવેશિયા, જયેશ ભટાસણા સહિતના કવિઓ પોતાની અને જાણીતા કવિઓની કૃતિઓ રજુ કરી મતદાનની અપીલ કરશે. આ કવિ સંમેલનમાં વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે જાહેર જનતાને પણ આ કવિ સંમેલનમાં ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

illustration of hand with voting sign of India