મોરબી : યુવક પર છરી વડે હુમલો થયાની ઘટનામાં આડાસબંધ કારણભૂત

 

એ ડિવિઝન પોલીસ મથકે હુમલાખોર સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી : મોરબીમાં યુવક પર એક શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલા પાછળ આડાસબંધ કારણભૂત હોવાનું સામે આવ્યું છે. આ મામલે ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસે હુમલાખોર સામે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીમાં ગઢની રાંગ પાસે ગત તા. ૧૯ના રોજ વસીમભાઈ જુમાભાઈ દલ ઉ.વ. ૩૦ને કરણ રાજકમલભાઈ બાનાણી ઉ.વ. ૨૪એ છરીના પાંચ ઘા ઝીંકી દીધા હતા. આ મામલે ગઈકાલે ઇજાગ્રસ્ત વસીમભાઈએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયુ છે તેઓની સગાઈ જે યુવતી સાથે થઈ હતી. તે યુવતી સાથે કરણને આડાસબંધ હોવાની શંકાએ સગાઈ તોડી નાખવામાં આવી હતી. જેનો ખાર રાખીને કરણે છરી વડે હુમલો કર્યો હતો. પોલીસે આ ફરિયાદના આધારે હુમલાખોર શખ્સ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.