મોરબીમાં પક્ષીપ્રેમી ગ્રુપ દ્વારા ચકલા માટે 1 હજાર પાણીના કુંડાનું વિતરણ કરાયું

 

ચકલા પાણી પી શકે તે માટે દરેક વૃક્ષની નીચે પાણીના કુંડા રાખવાની અપીલ કરાઈ

મોરબી : ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓની પાણીની તરસ છીપાવવા માટે મોરબીના પક્ષીપ્રેમી ગુપે પ્રેરણાદાયી કાર્ય હાથ ધર્યું હતું અને ચકલાઓ માટે 1 હજારથી વધુ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પાણીના કુડામાં ચકલાઓ પાણી પી શકે તે માટે પાણીના કુંડા ઝાડની નીચે રાખવાની અપીલ પણ કરવામાં આવી હતી.

મોરબીના વાવડી રોડ પર સોમૈયા સોસાયટીના આશિષ પક્ષી પ્રેમી ગ્રુપ દ્વારા હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓને પ્યાસ બુઝાવવા માટે સતકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં આ ગુપ દ્વારા આજે પક્ષીઓ માટે પાણીના કુંડાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લોકોનો સારો પ્રતિસાદ મળતા થોડી જ વારમાં 1 હજાર જેટલા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.જોકે હાલ ઉનાળાના ધોમધખતા તાપને કારણે માણસ અને પશુપંખીઓને સતત પાણી પીવાની જરૂરિયાત પડતી હોય છે.જોકે માણસો માટે તો પીવાના પાણીની વ્યવસ્થા થઈ જતી હોય છે.પણ અબોલ પશુપંખીઓ માટે આવી વ્યવસ્થા ઓછા પ્રમાણમાં થાય છે ત્યારે પક્ષીઓ પણ સારી વ્યવસ્થાથી પાણીની તરસ છીપાવી શકે તે માટે આ પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પક્ષીઓ પાણી પી શકે તે માટે પાણી ભરેલા કુંડા દરેક વૃક્ષ નીચે રાખવાની અપીલ કરવામાં આવી હતી.