ટંકારા : મતદાન જાગૃતિ અર્થે મોરબી અપડેટ અને સાહિત્ય સ્પંદન દ્વારા આજે કવિ સંમેલનનું આયોજન

- text


ટંકારામાં મતદાન જાગૃતિ અર્થે પહેલીવાર જ યોજાતા નવતર પ્રયોગમાં મોરબી અને ટંકારાના કવિઓની કૃતિ માણવા જાહેર નિમંત્રણ

ટંકારા : મતદારોમાં મતદાન જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી ટંકારાની પાવન ભૂમિ પર પ્રથમ વખત વિશિષ્ઠ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. દયાનંદ સરસ્વતી ચોક ખાતે આજે તારીખ 20 એપ્રિલ, શનિવારે રાત્રે 08:00 કલાકે મોરબી અપડેટ અને સાહિત્ય સ્પંદનની ટિમ દ્વારા મુશાયરો કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સંમેલનમાં મોરબીના જાણીતા કવિઓ જનાર્દન દવે, નિરવ માનસેતા, મનન બુધ્ધદેવ, કવિ જલરૂપની સાથે ટંકારાના ગૌરવ એવા ધવલ ભિમાણી, જયેશ ભટાસણા અને ભરત વડધાસિયા તેઓની આગવી શૈલીમાં પોત પોતાની કૃતિઓ રજુ કરશે.

લોકશાહીનો આધારસ્તંભ એવી ચૂંટણીમાં નવા મતદારો તેમજ ખાસ કરીને જે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ નથી કરતા એવા મતદાતા ભાઈઓ બહેનોને પોતાના એક મતનું મૂલ્ય સમજાવવા માટેના પ્રયાસના ભાગ રૂપે આ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. લોક શાહીના મહાપર્વને હવે જ્યારે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે સરકારી તંત્ર દરેક મતદાર માટે મહીનાઓ અગાઉથી તૈયારી કરતી હોય છે. પ્રજાના ટેક્ષના કરોડો રૂપિયા તેમજ લાખો કલાકોની માનવ મહેમત ચૂંટણીમાં ખર્ચાતી હોય છે. આવી મહેનત એળે ન જાય અને લોકો નિર્ભય બની પોતાની પવિત્ર ફરજ નિભાવવામાં ઉદાસીન ન રહે તે માટેના મોરબી અપડેટ અને સાહિત્ય સ્પંદનના આ વિશિષ્ટ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ટંકારા તેમજ આજુબાજુના ગ્રામજનોને જાહેર આમંત્રણ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text