મોરબી જિલ્લામાં મહિલાઓ માટે ખાસ 15 મતદાન મથકોની વ્યવસ્થા

- text


મહિલા મતદાન બુથ પર તમામ મહિલા કર્મચારી ફરજ બજાવશે : મોરબી જિલ્લામાં વિધાનસભા સીટ દીઠ એક એક દિવ્યાંગ મતદાન મથકોની વ્યવસ્થા કરાઈ

મોરબી : મોરબી જિલ્લામાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે.ત્યારે ચૂંટણી તંત્ર દ્વારા મતદાન અંગે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે.ચૂંટણી તંત્રએ આ લોકસભાની ચૂંટણી મહિલા સશક્તિકરણની દિશા પગલું ભરીને મહિલાઓ માટે ખાસ 15 મહિલા મતદાન મથકોની વ્યવસ્થા કરી છે.જેમાં તમામ કર્મચારીઓ મહિલાઓ જ હશે.આ ઉપરાંત મોરબી જિલ્લામાં વિધાનસભા સીટ દીઠ દિવ્યાંગ મતદાન મથકોની વ્યવસ્થા કરાઈ છે.

મોરબી જિલ્લામાં 23 એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે.લોકસભાની ચૂંટણી હવે નજીક હોવાથી ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો સહિતની તમામ કામગીરીનો ધમધમાટ પુરજોશમાં ચાલી રહ્યો છે.ત્યારે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે સમગ્ર મોરબી જિલ્લામાં મહિલાઓમાં માટે 15 મતદાન બુથોની વ્યવસ્થા કરાઈ છે.આ મહિલા મતદાન બુથની વિગતો જોઈએ તો મોરબી વિધાનસભામાં 232 નંબરનું બુથ નિર્મલ વિધાલય, 244 નંબરનું બુથ જે.એ.પટેલ કોલેજ ,217 નંબરનું બુથ સ વ પ કન્યા વિધાલય, 257 નંબરનું બુથ રાધે ક્રિષ્ના વિધાલય, 274 નંબરનું બુથ રામકૃષ્ણ પ્રાથમિક શાળા, અને 66 વિધાનસભા બેઠક ટંકારામાં 93નંબરનું બુથ રવાપર પ્રાથમિક શાળા, 104 નંબરનું બુથ ક્રિષ્ના વિધાલય-રવાપર 151 નંબરનું બુથ તાલુકા પ્રાથમિક શાળા, 159 નંબરનું બુથ એમ પી દોશી હાઇસ્કુલ-ટંકારા, 227 નંબરનું બુથ કન્યા શાળા અને 67 વિધાનસભા બેઠક વાંકાનેરમાં 82 નંબરનું બુથ દિગ્વિજય પ્રાથમિક શાળા, 87 નંબરનું બુથ અમરસિંહજી હાઇસ્કુલ, 94 નંબરનું બુથ રામકૃષ્ણ પ્રાથમિક શાળા વાંકાનેર, 101 નંબરનું બુથ નવી પ્રાથમિક શાળા હસનપર, 107 નંબરનું બુથ ભાટિયા સોસાયટી ચદ્રપુર, એમ મળીને 15 મહિલા મતદાન મથકો છે.જેમાં તમામ મહિલા કર્મચારીઓ ફરજ બજાવશે. જયારે મોરબી જિલ્લામાં વિધાનસભા સીટ દીઠ દિવ્યાંગ મતદાન મથકની વ્યવસ્થા કરી છે.જેમાં મોરબીમાં 267 નંબરનું બુથ વિવેકાનંદ શાળા, ટંકારમાં 188 નંબરનું બુથ પ્રાથમીક શાળા પ્રભુનગર મિતાણા અને વાંકાનેરમાં 85 નંબરનું બુથ અમરસિંહજી હાઇસ્કુલ એમ ત્રણ દિવ્યાંગ મતદાન મથકો છે.જેમાં દિવ્યાંગો ચૂંટણી ફરજ બજાવશે. જ્યારે મોરબીમાં 291 અને ટંકારામાં 299 તથા વાંકાનેરમાં કુલ 223 મતદાન મથકો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

 

- text