બાહ્ય મુલ્યાંકનમાં વિરપર પ્રાથમિક શાળામાં બીજા ધોરણના વિદ્યાર્થીઓ અવ્વલ્ નંબરે

- text


ટંકારા : જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટથી આવેલા માધવીબેન દ્વારા શ્રી વિરપર પ્રા. શાળાની મુલાકાત લેવામાં આવી હતી. ધો.2 ના 100% બાળકોએ અપેક્ષિત અધ્યયન નિષ્પતિ સિદ્ધ કરી લીધી હોય તેવી શાળામાં શિક્ષણ સચિવ રાવ સાહેબની સૂચના અન્વયે બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ટંકારા તાલુકાની શ્રી વિરપર પ્રા. શાળા અને શ્રી રામનગર પ્રા. શાળાએ બાહ્ય મૂલ્યાંકન માટે સંમતિ આપી હતી. આ અન્વયે બંને શાળામાં તા. 13/04/2019ના રોજ બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. તેમજ માધવીબેન દ્વારા શ્રી વિરપર પ્રા. શાળાની મુલાકાત લઈ બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. શ્રી વિરપર પ્રા. શાળામાં ધો.2 માં કુલ 38 વિદ્યાર્થીઓ પૈકી તમામ 38 વિદ્યાર્થીઓએ ભાષા અને ગણિતની અપેક્ષિત અધ્યયન નિષ્પતિમાં 100% સિધ્ધિ મેળવી હતી. તમામ વિદ્યાર્થીઓનું માધવીબેન દ્વારા વ્યક્તિગત મૂલ્યાંકન કરી ચકાસણી કરવામાં આવી હતી. તેમજ 100% સિદ્ધિ બદલ વર્ગશિક્ષક તેમજ આચાર્યને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. 38 વિદ્યાર્થીઓની સંખ્યામાંથી 100% સિદ્ધિ મેળવવા બદલ શ્રી વિરપર પ્રા. શાળા પરિવાર પર ચારો તરફથી ખૂબ ખૂબ અભિનંદન વર્ષા થઈ રહી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text