મોરબીના થોરાળા ગામે ભાગવત કથા નિમિતે ધાર્મિક અને આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજાયા

- text


બ્લડ ડોનેશન કેમ્પ અને નેત્ર નિદામ કેમ્પ યોજાયો : 30 લોકોને મોતીયાનું આપોરેશન કરાયું

મોરબી : મોરબીના થોરાળા ગામે ભાગવત કથા નિમિતે વિવિધ ધાર્મિક તથા આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજાયા હતા.જેમાં હનુમાન જયંતીએ હવન તથા બ્લડ ડોનેશન કેમ્પ અને નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને 30 લોકોના મોતીયાની સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી.

- text

મોરબીના થોરાળા ગામે તાજેતરમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં શ્રાવવકોએ ઉમટી પડીને આધ્યાત્મિક વાણીનો લાભ લીધો હતો.જોકે કથાકારે આધ્યાત્મિક વાણીની સાથે વર્તમાન જીવનશૈલી વિશે માર્મિક ટકોર કરી તણાવ મુક્ત જીવન જીવવા પરમતત્વનું ખરા દિલથી સદાય રટણ કરવાની શીખ આપી હતી.ભાગવત કથાના અંતિમ દિવસે ભગવાન હનુમાનજીનો હવન કરવામાં આવ્યો હતો.જ્યારે આ કથાના માધ્યમથી લોકસેવા કરવાના ઉદેશ્ય સાથે સેવાભાવી કાનજીભાઈ જેરાજભાઈ અંબાણી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.બ્લડ ડોનેશન કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને લોહીની જરૂરીયાત પુરી પાડવા 100 જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું અને 150થી વધુ લોકોએ નેત્ર નિદાન કેમ્પનો ભાગ લીધો હતો.સાથે 30 જેટલા દર્દીઓના મોતિયાના ઓપરેશન પણ કરવામાં આવ્યા હતા.

- text