મોરબી નજીક અજાણ્યા વાહન હડફેટે મહિલાનું મોત

- text


 

મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર અજાણ્યા વાહન ચાલક એકટીવાને હડફેટે લેતા એકટીવા સવાર મહિલાનું મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા રાણીબેન ભુપતભાઇ વાઢીયા ઉ.વ.45 નામના મહિલા ગતતા.16ના રોજ પોતાના એકટીવા મોટર સાયકલ પર જેતપર રોડ પીપળી ગામની સિમ નજીકથી પસાર થઈ રહ્યા હતા.તે સમયે પુરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે એકટીવાને હડફેટે લેતા ગંભીર ઇજા થવાથી મહિલાનું મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતક મહિલાના પતિ ભુપતભાઇ નારણભાઈ વાઢીયાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

 

- text