મોરબી : પોતાના ઉપર નકલી ફાયરીંગ કરાવનાર ગૌસેવક પાસા હેઠળ જેલહવાલે

- text


લોકસભા ચૂટણી સંદર્ભે તંત્રની કાર્યવાહી : કહેવાતા ગૌ સેવકની એલસીબીએ અટકાયત કરીને અમદાવાદની જેલમાં મોકલ્યો

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામે ગોશાળા ધરાવતા કહેવાતા ગૌસેવકની એલસીબીએ પાસા હેઠળ અટકાયત કરીને અમદાવાદની મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો છે.જોકે આ કહેવાતા ગૌસેવકે થોડા સમય પહેલા પોતાની ગેરકાયદે ગૌશાળા બચાવવા પોતાના પર નકલી ફાયરિંગ કરાવ્યું હતું.

મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ વી.બી.જાડેજા અને એલસીબી પીએસઆઈ આર ટી.વ્યાસ તથા બી ડિવિઝન પીઆઇ કોઢિયાએ લોકસભાની ચૂંટણીના અનુસંધાને કહેવાતા ગૌસેવકની પાસા હેઠળ અટકાયત કરવા જિલ્લા કલેકટરને દરખાસ્ત કરી હતી અને કલેકટરે પાસા હેઠળ અટકાયત કરવા વોરંટ ઇશ્યુ કર્યું હતું.આથી મોરબી એલસીબીએ આ વોરંટની બજવણી કરી મહેન્દ્રનગરના કહેવાતા ગૌસેવક દિનેશ રામજીભાઈ લોરીયાની પાસા હેઠળ અટકાયત કરીને અમદાવાદની મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો હતો.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ ગોસેવકે ફરિયાદ નોંધાવી હતી કે બે અજાણ્યા શખ્સોએ તેની કાર પર ફાયરીગ કર્યું હતું.જેમાં તેનો બચાવ થયો હોવાનું પોલીસ ફરિયાદમાં તેણે જણાવ્યું હતું.પ્રથમથી શંકાસ્પદ લાગતા એ કેસની પોલીસે બારીકાઈ પૂર્વક તપાસ કરતા ફરિયાદી ગૌસેવક જ આરોપી નીકળ્યો હતો અને પોલીસની તપાસમાં તેણે જ પોતાની ગેરકાયદે રહેલી ગોશાળા બચાવવા મળતીયાઓ મારફત પોતાના પર નકલી ફાયરીંગ કરાવ્યું હોવાનો ભાંડફોડ થયો હતો.ત્યારે આ ગંભીર બાબતને ધ્યાને લઈને ચૂંટણીના સંદર્ભે પોલીસે તેની પાસે હેઠળ અટકાયત કરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text