માળીયા (મી.) : માતાના અવસાન બાદ તુરંત જ શિક્ષક ચૂંટણીની કામગીરીમાં જોડાયા

ચૂંટણીની ફરજ પર જોડાતા કર્મચારીઓ માટે પ્રેરણાદાયી કિસ્સો

મોરબી : લોકસભાની ચૂંટણી અંતર્ગત લાખો સરકારી કર્મચારીઓ ચૂંટણી ફરજ માટે જોતરાયેલા છે. ઘણા કર્મચારીઓને ચૂંટણીમાં કામગીરી કરવાનું ગમતું હોતું નથી. આથી વિવિધ બહાનાઓ અને તેના લેખિત પુરાવાઓ ઉભા કરીને ચૂંટણી પ્રક્રિયાની કામગીરીમાં ફરજ બજાવવાની કામગીરીથી દૂર રહેવા માંગતા હોય છે. ત્યારે માળીયા (મી.) તાલુકાના એક શિક્ષકે ચૂંટણી ફરજમાં હાજર ન રહી શકવાનું સબળ કારણ હોવા છતાં ચૂંટણીમાં કામગીરી કરી પોતાની ફરજ નિભાવવામાં પીછેહઠ ન કરતા અન્યો માટે પ્રેરણાદાયી સંદેશો પૂરો પાડ્યો છે અને અવસાન પામેલા માતાની અંતિમક્રિયા પુરી કરીને તુરત જ ચૂંટણીની કામગીરીમાં જોડાઈ ગયા છે.

આ બનાવની વિગત એવી છે કે માળીયાના વવાણીયા ગામના ભગવાનજીભાઈ ચોંડાભાઈ ઘોરવાડિયા ખીરસરા પ્રાથમિક શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. લોકસભા ચૂંટણીની કામગીરી અંતર્ગત તેઓને 65 મોરબી વિધાનસભા મત વિસ્તારમાં મતદાન મથક 57 પર લવણપુર તથા જુમાવાડીના બી એલ ઓ તરીકે ફરજ પર મુકવામાં આવ્યા હતા દરમ્યાન. ગત તારીખ 17 એપ્રીલના રોજ 105 વર્ષના એમના માતા સમજુબહેનનું અવસાન થયું. કુટુંબ પ્રત્યેનું કર્તવ્ય અને એક પુત્ર તરીકે માતાના અંતિમ સંસ્કારની ફરજ પુરી કરવા સવારે તેઓ ચૂંટણી કામગીરીથી થોડો સમય ફાળવી ઘેર પહોંચ્યા હતા અને બપોર સુધીમાં માતાની અંતિમક્રિયા પુરી કરી પુત્ર તરીકેની જવાબદારી નિભાવીને બપોર બાદ તુરંત પોતાની ચૂંટણી કામગીરી માટે હાજર થઈને એમને સોંપેલાં વિસ્તારમાં મતદાન કાપલીનું વિતરણ શરૂ કરી દીધું. ઘરમાં મૃત્યુનો માતમ હતો પણ નોકરીમાં ફરજ પુરી કરવાની જવાબદારી પણ હતી. તેઓએ ધાર્યું હોત તો માતાના અવસાનનું કારણ દર્શાવી ચૂંટણી કામગીરીથી મુક્તિ મેળવી શક્યા હોત. ભગવાનજીભાઈની ફરજનિષ્ઠાની ઠેર ઠેર પ્રસંશા થઈ રહી છે ત્યારે સાથી કર્મચારીઓમાં પણ એક સકારાત્મક સંદેશ પહોંચ્યો છે. લોકશાહીના મહાપર્વમાં જો એક કર્મચારી આવી નિષ્ઠાથી ફરજ બજાવતો હોય ત્યારે એક મતદાર તરીકે આપણી પણ એ સંનિષ્ઠ ફરજ બને છે કે મતદાન અવશ્ય કરવું જોઈએ.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news