મોરબી રેડિયોમાં આજે સાંભળો પુસ્તકપ્રેમી ઘનશ્યામભાઈ ડાંગરને

 

મહેમાનો ઓ વ્હાલા’ શો માં આર. જે. રવિ બરાસરા ઘનશ્યામભાઈ ડાંગર સાથે કરશે સીધો સંવાદ

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં પુસ્તક પ્રેમી ઘનશ્યામભાઈ ડાંગર સાથે આર.જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે.

મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે દરરોજ રાત્રે 9 થી 10 ‘મહેમાનો ઓ વ્હાલા’ શો શરુ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે.

આ શોમાં આજે પુસ્તક અને પ્રકૃતિપ્રેમિ ઘનશ્યામભાઈ ડાંગર પધારવાના છે. તેઓએ શરૂઆતમાં માત્ર થોડા પુસ્તકોથી સેવાયજ્ઞની શરૂઆત કરી હતી. તેઓ માત્ર એક ફોન પર લોકોને સામેથી પુસ્તક દેવા જાય છે અને લેવા પણ જાય છે. આજે વટવૃક્ષ બનેલા પુસ્તક પરબમાં તેઓનો સિંહફાળો રહેલો છે. તેઓ પુસ્તક પ્રત્યે અપાર પ્રેમ ધરાવતા હોવાથી તેમના ઘરમાં અન્ય ચીજવસ્તુઓ કરતા પુસ્તકો વધુ જગ્યા રોકે છે. આજે રાત્રે તેમના જીવન વિશેની કેટલીક વાતો જાણવા માટે તેમની સાથે આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 દરમિયાન રિપીટ પણ થવાનો છે. મોરબી રેડિયોને લગતી કોઈ પણ માહિતી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.