હળવદમાં હાથ ઉછીના પૈસા આપવા મામલે યુવાન પર છરીથી હુમલો

- text


હળવદ : હળવદમાં હાથ ઉછીના પૈસા આપવા મામલે યુવાન પર છરીથી હુમલો થયાની ફરિયાદ નોંધાઇ છે.આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ હળવદના હરિનગર ગોલ્ડ વિસ્તરમાં રહેતા રજનીકાંતભાઈ ચંદુભાઈ ભોરણીયાએ પંકજભાઈ ગોઠી, ધર્મેન્દ્રભાઈ ગોઠી સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમણે આરોપી પંકજભાઈ ગોઠી પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધા હોય અને ફરિયાદીને તેમના મિત્ર હરિભાઈ પટેલ પાસેથી રૂપિયા લેવાનો હોવાથી તેમણે બારોબાર રૂપિયા લેવાનું કહેતા ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદી પર છરી વડે હુમલો કરી લોખડના પાઇપ વતી માર માર્યો હતો.આ બાબતે યુવાને ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે બન્ને શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text