માણેકવાડાના વિધવા બહેનને વીમા પેટે રૂ. ૫ લાખ સાથે છ ટકા વ્યાજ ચૂકવવા કોર્ટનો આદેશ

યુનાઇટેડ ઈન્સ્યુરન્સ કંપની સામે ચાલતા કેસમાં ગ્રાહક સુરક્ષા મંડળનો વિજય

હળવદ : હળવદના માણેકવાડા ગામે રહેતા એક મહિલાના પતિનું નિધન થયા બાદ વીમા કંપનીએ વિમાની રકમ ચુકવવાની ના કહી દેતા ગ્રાહક સુરક્ષા મંડળે કોર્ટના દ્વાર ખખડાવીને વિધવા મહિલાને ન્યાય અપાવ્યો છે. આ વિધવા મહિલાને પેટે રૂ. ૫ લાખ સાથે છ ટકા વ્યાજ ચૂકવવા કોર્ટે આદેશ આપ્યો છે.

હળવદના માણેકવાડા ગામે રહેતા અમૃતબેન વિઠલભાઈ ધાનજાના પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ત્યારે વીમા કંપનીએ વીમો ચૂકવી આપવાની ના કહી દીધી હતી. જેથી ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા યુનાઇટેડ ઇન્સ્યુરન્સ તથા રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક ઉપર રાજકોટ તકરાર નિવારણ ફોરમમાં કેસ દાખલ કરતા કોર્ટે રૂ. ૫ લાખનો વીમો છ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે.