મોરબી : ગાંધીનગર ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી\

બાળકોને શૈક્ષણિક કિટની ભેટ આપીને જન્મદિવસની ઉજવણીને સાર્થક બનાવી

મોરબી : મોરબી જિલ્લાના ગાંધીનગર ગ્રામ પંચાયતના સૌથી નાની વયના યુવાન સદસ્ય વરસડા નવનીત રમેશભાઈનો આજે જન્મ દિવસ છે.તેથી તેમણે કેક કાપી કે પાર્ટી કરીને જન્મદિવસ ઉજવવાને બદલે અન્યોને આનંદ આપીને જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું.જેના અનુસંધાને આજે પોતાના જન્મ દિવસે તેમના ગામની પ્રાથમિક શાળાના નાના ભૂલકાઓને અભ્યાસ લક્ષી કીટ આપીને પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો.તેમણે રીતે પોતાના જન્મદિને ગામના બાળકોને અભ્યાસમાં મદદરૂપ થઈને જન્મદિનની ઉજવણીમાં બીજાની ખુશીમાં જ પોતાની ખુશી હોવાંનો મેસેજ આપ્યો છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અ

ને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news