હળવદના મેરૂપર ગામે પાણીની હોજ તોડી પાડવા મામલે બે જૂથ વચ્ચે બાઘડાટી

બન્ને જૂથની મારામારીમાં 5 ઘવાયા : પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી

હળવદ : હળવદના મેરૂપર ગામે આવેલી સીમમાં બનાવેલી પાણીની હોજ તોડી પાડવા માટે થયેલી બબાલથી મામલો બીચકાયો હતો.અને બન્ને જૂથ વચ્ચે મારામારી થઈ હતી.જેમાં બન્ને પક્ષના મળીને કુલ પાંચ વ્યક્તિઓ ઘવાયા હતા.હળવદ પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી મળતી વિગતો મુજબ હળવદના મેરૂપર ગામે રહેતા મણિલાલ કરમશીભાઈ વળગાસીયા ઉ.વ.58એ તેજ ગામે રહેતા ભુપત ભગવનભાઈ સોલંકી, વાઘજીભાઈ રૂપાભાઈ સોલંકી, હરજીભાઈ ભગવનભાઈ સોલંકી અને ભુપતભાઇનો ટ્રેકટર ચાલક સામે હળવદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે મેરૂપર ગામની સીમમાં આવેલી ફરિયાદીની વાડી પાસે આરોપી ભુપતભાઇએ તેમની જમીનમાં પાણીની હોજ બનાવેલી હોવાથી ફરિયાદી અને તેમના પક્ષના લોકો ગઈકાલે જેસીબી મશીનથી આ હોજ તોડી રહ્યા હતા.જેથી ઉશેકરાયેલા આરોપીઓએ તેમને ગાળો આપી લાકડાના ધોકા વતી ફરિયાદી તથા અને મુકશેભાઈને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જ્યારે સામાપક્ષે ભુપતભાઇ ભગવનભાઈ સોલંકીએ વળતી ફરિયાદ નોંધાવી હતી કે તેમની અને આરોપી મણિલાલ કરમશીભાઇ પટેલની જમીન વચ્ચેની પડતર જગ્યામાં પાણીની હોજ બનાવી હોય જે હોજને આરોપી મણિલાલ તથા દિપક મણિલાલ પટેલ અને મુકેશ મણિલાલ પટેલ જેસીબીથી તોડી પડવાની કોશિશ કરતા તેમણે ના પાડી હતી આથી ઉશ્કેરાયેલા આરોપીઓ પાઇપ વતી તેમને તથા સાહેદ વાઘજીભાઈને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.હળવદ પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news