લજાઈની ગૌ શાળાના સેવાયજ્ઞનો આજે પ૩મો સ્થાપના દિવસ

- text


“નંદ યશોદા આંગણે પધાર્યા જગ પ્રતિપાલ, સેવા કરવા ગાયની કૃષ્ણ બન્યા ગોવાળ”

ટંકારા : “અમારી ગાય કતલખાને કદી ન જાય” એવા સંકલ્પને 52 વર્ષ પુર્ણ કરનાર લજાઈ ગૌ શાળાનો આજે ૫૩ મો સ્થાપના દિવસ છે.

૧૯૬૭ની સાલમાં ૧૯ એપ્રિલના રોજ ટંકારા તાલુકાના લજાઈ ગામ પાસે આવેલા રોજીમાતાના મંદિરે ગાૌમાતાની સેવા કરવાનો ગૌભક્તોઅે સંકલ્પ લીધો હતો. સોહંમદત્ત બાપુ (સુરેશબાપા સોની)અે ગૌભકતો તેમજ ગામ લોકોના સાથથી પાંચ ગાયોથી ગૌશાળાની શરુઆત કરી આ સંકલ્પ લેવડાવ્યો હતો. લજાઈ ગામની ગૌશાળા સમાજ માટે નવી કેડી કંડારનાર બની રહી કેમ કે ત્યારબાદ અનેક ગામોએ આ ગૌશાળામાંથી પ્રેરણા લઈ ગામે ગામ ગૌશાળાની સ્થાપના થઈ છે. ગૌશાળામા શારીરિક રીતે અશક્ત, અંધ-અપંગ નિરાધાર ગાયોની સેવા લજાઈ ગામના યુવક મંડળના સેવકો કરે છે. ગૌશાળામાં તમામ જ્ઞાતિઓના ગૌભક્તો સેવા કરી રહ્યા છે.

- text


અડધી સદી કરતા પણ વધુ સમયથી ચાલતો આ ગૌસેવા યજ્ઞ હાલમાં પણ અવિરત ચાલી રહ્યો છે. આસો માસના દર ત્રીજા નોરતે ગૌસેવાના લાભાર્થે અહીં નાટક યોજવામા આવે છે. એ દ્વારા જે ફાળો થાય તે ઘાસચારા માટે વાપરવામાં આવે છે. ગૌમાતાની સેવા થાય છે ત્યાં ગૌશાળામાં જ ગોપાલેશ્વરી માતાજીનું મંદિર આવેલ છે. ભુકંપ સમયે એ મંદિર ધ્વંશ થઈ જતા તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. આ ગૌશાળાના પરિસરમાં ગોપનાથ મહાદેવનું મંદિર પણ સ્થાપિત કરવામાં આવેલું છે. અન્યો માટે પ્રેરણાસ્ત્રોત આ ગૌશાળાના સ્થાપનાદીને આસપાસના ગ્રામજનો દ્વારા શુભેચ્છા આપવામાં આવી રહી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text