મોરબીમાં સિંચાઈ કૌભાંડ મામલે સસ્ટેનેબલ કંપનીના કર્મચારીની ધરપડક

- text


સિંચાઈ કૌભાંડમાં બોગસ નકશા બનાવ્યાનુ ખુલતા પોલીસે કર્મચારીને ઝડપી લીધો

મોરબી : મોરબી જિલ્લામાં બહુચર્ચિત સિંચાઈ કૌભાંડમાં અગાઉ અનેક મોટા માથાઓની સંડોવણી ખુલી હતી.પોલીસે અગાઉ આ સિંચાઈ કૌભાંડમાં પૂર્વ ધારાસભ્ય સહિતનો ધરપડક કરવામાં આવી હતી ત્યારે આ સિંચાઈ કૌભાંડમાં બોગસ નકશા બનાવવા બદલ રાજકોટની સસ્ટેનેબલ કંપનીના કર્મચારીની મોરબી એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે.

મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજનાના કામોમાં કરોડો રૂપિયાની ગેરરીતિની ફરિયાદને પગલે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની તપાસમાં કરોડો રૂપિયાનું સિંચાઈ કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું હતું અને જે તે સમયે એ ડિવિઝન પોલીસે મોરબી જિલ્લાના પૂર્વ સિંચાઈ ઈજનેર, કોન્ટ્રકટર તથા હળવદના પૂર્વ ધારાસભ્ય પરસોતમ સાબરીયા અને મજુર મંડળીના હોદેદારોની સિંચાઈ કૌભાંડમાં સંડોવણી ખુલતા ધરપકડ કરી હતી.જોકે અનેક મજુર મંડળીના હોદેદારોની આ કૌભાંડમાં સંડોવણી ખુલતા આ આરોપીઓએ ધરપકડથી બચવા આગોતરા જમીન અરજી પણ કરી હતી.પણ કોર્ટ નકારી કાઢતા તેમનો ધરપકડનો માર્ગ મોકલો થયો હતો. દરમ્યાન આ સિંચાઈ કૌભાંડની તપાસ કરી રહેલી મોરબી એ ડિવિઝન પોલીસે રાજકોટની સસ્ટેનબલ કંપનીના કર્મચારી રામજીભાઈ કાનજીભાઈની ધરપકડ કરી છે. પીલીસની તપાસમાં આ કર્મચારીએ સિંચાઈ કૌભાંડમાં બોગસ નક્શા બનાવ્યાનુ ખુલતા પોલીસે તેને ઝડપીને ઉલટ તપાસ કરી રહી છે.જોકે આ સિંચાઈ કૌભાંડમાં હજુ ઘણા મોટા માથાઓ બેનકાબ થાય તેવી શક્યતા છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

 

- text