મોરબી રેડિયોમાં આજે સાંભળો પોરબંદરના બાળગીતકાર કિશોરચંદ્ર જોશીને

- text


બાળગીતકાર અને વાર્તાકાર કિશોરચંદ્ર જોશી સાથે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે

મોરબી : મોરબી અપડેટ દ્વારા શરુ કરાયેલા મોરબી રેડિયોમાં આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શોમાં કિશોરચંદ્ર જોશી સાથે આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે.

મોરબી અપડેટ દ્વારા મોરબીનો એક અલાયદો રેડિયો શરુ કરવામાં આવ્યો છે, જેમાં વિવિધ ક્ષેત્રે નામના પ્રાપ્ત કરનાર તથા સમાજ માટે કશુંક કરનાર પ્રતિભાઓ વિશે લોકોને જાણકારી આપવા માટે દરરોજ રાત્રે 9 થી 10 ‘મહેમાનો ઓ વ્હાલા’ શો શરુ કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ પ્રતિભાઓને બોલાવીને તેમની સાથે સીધો સંવાદ કરવામાં આવે છે.

- text

આ શોમાં આજે બાળકોમાં કે સર તરીકે જાણીતા કિશોરચંદ્ર જોશી મહેમાન બનવાના છે. નોંધનીય છે કે, કિશોરચંદ્ર જોશી એ બાળકોના લાડીલા બાળવાર્તાકાર અને બાળગીતકાર છે. તેઓએ બાળકોને લગતા ઘણા ગીતો બનાવીને કમ્પોઝ પણ કર્યા છે, તો આજે રાત્રે તેમના જીવન વિશેની કેટલીક વાતો જાણવા માટે તેમની સાથે આર. જે. રવિ બરાસરા સીધો સંવાદ કરશે. તો આજે રાત્રે 9 વાગ્યે ‘મહેમાનો ઓ વ્હાલા’ શો સાંભળવાનું ચૂકશો નહીં. આ કાર્યક્રમ આવતીકાલે સવારે 11 થી 12 દરમિયાન રિપીટ પણ થવાનો છે. મોરબી રેડિયોને લગતી કોઈ પણ માહિતી માટે 9537676276 પર સંપર્ક કરવા જણાવાયું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text