મોરબી જિલ્લામાં લોકસભાની ચૂંટણી માટે કર્મચારીઓનું મતદાન અને તાલીમ પૂર્ણ

- text


મતદાન માટે ઇવીએમ અને વિવિપેટ મશીનો ફળવાયા : વાંકાનેરમાં એક મતદાન કેન્દ્ર વધારાયું

મોરબી : મોરબી જિલ્લામાં આગામી 23 એપિલે યોજાનાર ચૂંટણીની પ્રક્રિયાની કામગીરીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે.જિલ્લામાં ચૂંટણી ફરજ પર મુકાયેલા તમામ કર્મચારીઓનું મતદાન પૂર્ણ થઈ ગયું છે અને ચૂંટણી પ્રક્રિયા અંગેની તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.જ્યારે ચૂંટણી પ્રક્રિયા માટે ઇવીએમ અને વિવિપેટ મશીનો ફાળવી દેવામાં આવ્યા છે.

મોરબીમાં આગામી 23 એપ્રિલનો રોજ લોકસભાની ચૂંટણી યોજાનાર છે.આ લોકસભાની ચૂંટણીની થોડા દિવસોની જ વાર હોવસથી રાજકીય પક્ષ અને ઉમેદવારો મતદારોને રીઝવવા માટે પ્રચાર કાર્યમાં વ્યસ્ત છે.ત્યારે સ્થાનિમ ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરીનો ધમધમાટ પુરજોશમાં ચાલી રહ્યો છે.જોકે ચૂંટણી ફરજ માટે રોકાયેલા જિલ્લાના તમામ કર્મચારીઓનું મતદાન અને તાલીમ પૂર્ણ કરી દેવામાં આવી છે.ગઈકાલે મહિલા કર્મચારીઓનું મતદાન યોજાયું હતું.જેમાં જિલ્લાની 179 માંથી 115 મહિલા કર્મચારીઓએ મતદાન કર્યું હતું.અને આ મહિલા કર્મચારીઓને ચૂંટણીની કામગીરી અંગે ખાસ તાલીમ આપવામાં આવી હતી.મોરબી જિલ્લાના કેમચારીઓએ કરેલા મતદાનની વિગત જોઈએ તો મોરબીના 750 અને ટંકારાના 333 તથા વાંકાનેરના 571 સહિત 1654 કર્મચારીઓએ મતદાન કર્યું હતું.તે ઉપરાંત મોરબી જિલ્લામાં લોકસભની ચૂંટણીની મતદાન પ્રક્રિયા માટે મોરબીમાં 291 અને ટંકારામાં 299 તથા વાંકાનેરમાં 223 ઇવીએમ મશીનો ફળવાયા છે. અને આજથઈ ઇવીએમ મશીનમાં ઉમેદવારોના નામ ગોઠવવાનું શરૂ થઈ ગયું છે


જ્યારે આ ઇવીએમ મશીનમાં કોઈ ખામી થાય તો તેની જગ્યાએ બીજા મુકવા માટે મોરબીમાં 56 ઇવીએમ અને 79 વિવિપેટ તેમજ ટંકારમાં 54 ઇવીએમ અને 66 વિવિપેટ મશીનો રિઝર્વ રખાયા છે.જ્યારે વાંકાનેરમાં જરૂરિયાતને કારણે 237 નંબરનું સોખડા ગામનું મતદાન કેન્દ્ર વધારાયું છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text