માળીયા મિયાણામાં ગેરકાયદે બંદૂક સાથે એક ઝડપાયો

મોરબી : માળીયા મિયાણા પોલીસે બાતમીના આધારે ખાખરેચી ગામે એક શખ્સને ગેરકાયદે બંદૂક સાથે ઝડપી લીધો હતો.આ બનાવની માળીયા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર મોરબી જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાની શુચનાને પગલે માળીયા પોલીસ સ્ટાફ પરાક્રમસિંહ રાઠોડ,વિનુભાઈ ચાવડા, લાલભા ચૌહાણ, રણજીતસિંહ રાઠોડ સહિતનાંને બાતમી મળી હતી કે માળીયાના ખાખરેચી ગામે આવેલ હરિજન વિસ્તાર પાસે રહેતો બેચરભાઈ મેરુભાઈ વળદોદિયા પાસે ગેરકાયદે હાથ બનાવટની બંદૂક હોવાની બાતમી મળતા માળીયા પોલીસે ત્યાં રેડ પાડીને આ શખ્સને ગેરકાયદે બંદૂક સાથે ઝડપી લીધો હતો અને તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news