માળીયા (મી.) : રણમાં રહેતા માછીમારોનો પીવાના પાણી માટે પોકાર : પાણી વગર ટળવળતા બાળકો

- text


માળીયા (મી.) : બે દિવસ શહેરી વિસ્તારમાં પાણી ન આવ્યું હોય તો મહિલાઓના ટોળા નગરપાલિકાની કચેરીએ દોડી જાય છે ત્યારે છેવાડાના રણ વિસ્તારમાં ભર ઉનાળે પીવાના પાણીના એક એક ટીપા માટે વલખા મારતા નાગરિકોની વ્યથા અકલ્પનિય હોય છે. માળીયા તાલુકાના રણ વિસ્તારમાં વસવાટ કરતા માછીમાર પરિવારોની પીવાના પાણીને લઈને નિર્મિત થયેલી સમસ્યાનો નિવેડો લાવવા માટે માળીયા નગરપાલિકાના સદસ્ય આમીનભાઈ ભટ્ટીએ તંત્ર સમક્ષ ઘા નાખી છે.

માળીયા (મી.) તાલુકાના બગસરા ગામ પાસેના રણ વિસ્તારમાં જારીલા નામથી ઓળખાતા કાંઠા પાસે માછીમારી કરતા આશરે ત્રીસેક પરિવારો કાચા ઝુંપડા બાંધીને રહે છે. માછીમારી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા આ મછવારાઓ માટે વ્યવસાય ખાતર આ વિસ્તારમાં રહેવું તેમની મજબૂરી છે. પીવાના પાણી માટેની કોઈ જ પ્રકારની સુવિધા ન હોવાથી બળબળતા ઉનાળે બાળકો, સ્ત્રીઓ તેમજ વૃદ્ધોની હાલત અત્યંત દયનિય બની છે ત્યારે માળીયા નગરપાલિકાના તેમજ જિલ્લા આયોજન સમિતિના સદસ્ય તથા માળીયા (મી.) શહેર ભાજપ મહામંત્રી આમીનભાઈ ભટ્ટીએ તાલુકા વિકાસ અધિકારી તથા માળીયા તાલુકા પંચાયતના પ્રમુખને આ વરવી વાસ્તવિકતાથી અવગત કરાવીને આ વિસ્તારમાં સત્વરે પાણીના ટેન્કર દોડાવવાની માંગ કરી છે. ખારા પટમાં પાણી વગર ટળવળતા બાળકો સામે જોઇને માનવતાના ધોરણે પણ આ વિસ્તારનો પીવાના પાણીનો પ્રાણપ્રશ્ન તાકીદે ઉકેલવા આમીન ભટ્ટીએ એક રજૂઆતમાં જણાવ્યું છે.

- text

ઉલ્લેખનીય છે કે ૧૮ એપ્રિલે અમરેલીમાં યોજાયેલ જાહેરસભામાં વડાપ્રધાન મોદીએ માછીમારોના વિવિધ પ્રશ્નોના કાયમી નિરાકરણ હેતુ અલગથી માછીમારી વ્યવસાય મંત્રાલય ખોલવાની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર પણ માછીમારોના ઉત્કર્ષ માટે જાગરૂક છે ત્યારે માળીયાના આ રણ વિસ્તારના માછીમારોની પાણી અંગેની વેદનાનો કેટલા દિવસોમાં ઉકેલ આવે છે તે જોવું રહ્યું.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text