મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો, ગંભીર હાલતમાં રાજકોટ રીફર કરાયો

- text


 

મોરબી : મોરબીના નહેરૂ ગેઇટ પાસે એક યુવાન ઉપર છરી વડે હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. હુમલાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવાનને સરવાર અર્થે રાજકોટ રીફર કરાયો હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના નહેરૂ ગેઇટ પાસે ગઢની રાંગ પાસે વસીમ જુમાભાઈ દલ (ઉ.વ.૨૮) રહે.નાની બજાર, મોરબીવાળા ઉપર કોઈ શખ્સે છરી વડે પેટના ભાગે, બગલના ભાગે, અને પડખાના ભાગે હુમલો કર્યો હતો. જેથી તાત્કાલીક આ યુવાનને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેને વધુ સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ આ મામલે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

- text