મોરબીમાં મહાબલી હનુમાનજીની જન્મ જ્યંતીની ધર્મોલ્લાસભેર ઉજવણી

- text


ઠેરઠેર આવેલા હનુમાન મંદિરોમાં મારુતિ યજ્ઞ,સુંદરકાંડ, બટુક ભોજન, સંતવાણી, મહાપ્રસાદ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયો

મોરબી : મોરબીમાં કેશરીનંદન અને પરમ રામ ભક્ત મહાબલી ભગવાન હનુમાનજીની જન્મ જ્યંતીની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હટી અને શહેર અને ગ્રામ વિસ્તારમાં શેરી ગલીએ આવેલા તમામ હનુમાન મંદિરોમા હનુમાન જ્યંતીની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવમાં આવ્યું હતું. ઠેરઠેર આવેલા હનુમાન મંદિરોમાં મારુતિ યજ્ઞ, સુંદરકાંડ, ધૂન ભજન, સંતવાણી, બટુક ભોજન તથા મહાપ્રસાદ સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

- text

સમગ્ર મોરબી પંથકમાં ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીની જન્મ જ્યંતીના પવન અવસરની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોરબીમાં હનુમાન જ્યંતીની ધામધૂમથી ઉજવણી કરવા શહેર તથા ગામે ગામ આવેલા હનુમાન મંદિરોની સાંજ સજાવટ તથા ધજાકા પતાકા લગાવવા સહિતનો શણગાર કરવામાં આવ્યો હતો. .અને હનુમાનજીના મંદિરોમાં હનુમાન જ્યંતી નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા હતા. જેમાં લાતીપ્લોટમાં આવેલ મણીધર હનુમાન મંદિરે પંચકુંડી સુંદરકાંડ યજ્ઞ, ધ્વજારોહણ સહિતના ધમીક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ મોરબી સીરામીક સિટીની બાજુમાં ઉમિયાનગર પાસે આવેલા ધારાવારા હનુમાન મંદિરે મારુતિ હવન યોજાયો હતો..આ ઉપરાંત શહેરના દરેક વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરે હનુમાન જયતીએ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજીને હનુમાન જયતીની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં સો ઓરડીમાં આવેલા બાલા હનુમાન મંદિર, રવાપર રોડ પરના ચકિયા હનુમાન મંદિર, સામાકાંઠે પંચમુખી હનુમાન, નારીચણા હનુમાન મંદિર, બેલા પાસેના ખોખરાધામ હનુમાન મંદિર, એઇ.ઇ.કોલેજ રોડ પરના મોરબાના હનુમાન મંદિર તેમજ શનાળા રોડ, રવાપર રોડ,ન્યુ હાઉસિંગ બોર્ડ, જુના નવા સ્ટેન્ડ પાસે,ગ્રીનચોક અંદરના વિસ્તારોમાં, સામાકાંઠે હાઉસોંગ બોર્ડ ,રોટરી નગર,રિલીફ નગર, રામ કૃષ્ણ નગર , ત્રાજપર સહિતના શહેરના દરેક વિસ્તારોમાં આવેલા નાના મોટા હનુમાન મંદિરોમાં શોભાયાત્રા, મારુતિ યજ્ઞ, બટુકભોજન , રામઘુન, સુંદરકાંડ, સંતવાણી તથા વિશેષ પૂજા અર્ચના અને મહાપ્રસાદ સહિતના અનેકવિધ ધાર્મિક કર્યક્રમો યોજાયા હતા..આ ઉપરાંત અમુક હનુમાન મંદિરોમાં આધુનિક પ્રણાલી મુજબ કેક કાપીને હનુમાન જ્યંતીની ઉજવણી કરાઈ હતી. તેમજ અમુક હનુમાન મંદિરોમાં સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓ કરીને હનુમાન જ્યંતી ઉજવણી કરવામાં આવી હતી.શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા તમામ હનુમાન મંદિરોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડીને દર્શનનો લાભ લીધો હતો.

 

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

 

- text