મોરબીમા ક્રિષ્ના સ્કૂલના રંગતરંગ કાર્યક્રમમા ૭૫૦ છાત્રોએ પાથર્યા કલાના ઓજસ

- text


હનુમાન વંદના, રામ લીલા, કૃષ્ણ લીલા, નવ દુર્ગા મહિસાસુર વધ, શીવ તાંડવ નૃત્ય સહિતની કૃતિઓ નિહાળી દર્શકો થયા મંત્રમુગ્ધ

મોરબી : ક્રિષ્ના સ્કૂલ મોરબી ખાતે રંગતરંગ – 2019 કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ક્રિષ્ના સ્કુલના 750 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો અને અનેક કૃતિઓ રજૂ કરી હતી. વિદ્યાર્થીઓએ ગણેશ વંદના, હનુમાન વંદના, રામ લીલા, કૃષ્ણ લીલા, નવ દુર્ગા મહિસાસુર વધ, શીવ તાંડવ નૃત્ય તથા અન્ય ઘણી બધી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે પ્રેરણા મળે તથા ભારતીય સંસ્કૃતિની અસ્મિતાને અનુરૂપ કૃતિઓ રજૂ કરી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ ઉપરાંત ગત વર્ષના શિક્ષણમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તથા ક્રિષ્ના સ્કુલમાં યોજાયેલ રમતોત્સવમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોને પણ ઇનામ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં સ્કુલના પ્રમુખ ભરતભાઇ બોપલીયા તથા શહેરના અગ્રણી બિલ્ડર્સ તથા શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય ગાન તથા 2019 ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ વ્યક્તિને મતદાન કરવા માટે શપથ લઈને કરવામાં આવી હતી.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text