હળવદની એસબીઆઈ બેંકમા મહિલા ધોળે દિવસે રૂ.પ૦ હજાર બઠાવી ગઈ

એસબીઆઈ બેંકમાં સિકયુરીટી માત્ર કહેવા પુરતા : સીસીટીવી ફુટેજમાં સિકયુરીટીની હાજરી હોવા છતાં મહિલાએ ગ્રાહકના રૂ.પ૦ હજાર સેરવી લીધા

હળવદ : હળવદ શહેરમાં આવેલ એસબીઆઈ બેંકમાંથી આજે બપોરના ૧ર વાગ્યાના અરસામાં એક મહિલા ગ્રાહકના રૂ.પ૦ હજાર સેરવી લેતા એસબીઆઈ બેંકની સિકયુરીટીના લીરેલીરા ઉડાળતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જો કે હળવદ પોલીસને જાણ થતા તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવી સીસીટીવી ફુટેજની મદદથી મહિલાની શોધખોળ હાથ ધરી છે.

મળતી માહિતી પ્રમાણે શહેરની મધ્યે આવેલ એસબીઆઈ બેંકમાં આજરોજ ધોળે દહાડે એક મહિલાએ પૈસા ઉપાડવા આવેલા એક ગ્રાહકની રોકડ રકમ રૂ.પ૦ હજાર સેરવી લીધા હોવાનું ગ્રાહકે જણાવ્યું હતું. જોકે નવાઈની વાત તો એ છે કે, આ બેંકના મેનેજર જાણે ચોર લુંટારાઓને પ્રોત્સાહન આપતા હોય તેમ બે કેસ કાઉન્ટર હોવા છતાં પણ એક જ કેસ કાઉન્ટર ચાલુ રાખતા ગ્રાહકોને લાંબી લાંબી કતારો લગાવી પડે છે. ત્યારે આજે બેંકમાં જે ઘટના બની તેના સીસીટીવી ફુટેજમાં રીતસરના સિકયુરીટી ગાર્ડ હથિયારો સાથે જોવા મળે છે પરંતુ બેંકની સિકયુરીટી માત્ર કહેવા જ પુરતી અને દેખાવા પુરતી જ હોય તેમ એક મહિલાએ સિકયુરીટી ગાર્ડની હાજરી હોવા છતાં પણ ગ્રાહકના રૂપિયા સેરવી લઈ જતા બેંકની સિકયુરીટી સામે પણ અનેક સવાલો ઉભા થવા પામ્યા છે.

પોલીસ દ્વારા આ સમગ્ર બનાવમાં જો ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે
તો ચોંકાવનારા ખુલ્લાસાઓ થવાની પણ ચર્ચાએ શહેરમાં જાર પકડયું છે. હાલ તો ભોગ બનનાર સનતભાઈ દવે (ભુવા) (રહે.સલાટફળી) વાળાએ પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા જુદીજુદી દિશામાં તપાસ આદરી હોવાનું જાણવા મળ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news