મોરબી : ફૂડ બિલ સહાય યોજના હેઠળ પટેલ કન્યા છાત્રાલયની વિદ્યાર્થીનીઓને રૂ.21 લાખ મળ્યા

- text


મોરબી : બિન અનામત વર્ગમાં આવતી આર્થિક રીતે પછાત વિદ્યાર્થીનીઓ માટે ગુજરાત સરકાર તરફથી ફૂડ બિલ સહાય યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત મોરબીની શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત પટેલ કન્યા છાત્રાલયને 20 લાખ 76 હજાર રૂપિયાની સહાય મળી છે.

સંસ્થાના ઉપપ્રમુખ વલમજીભાઈ અમૃતિયા તથા કેમ્પસ ડાયરેક્ટર લાલજીભાઈ લો દ્વારા આ યોજનાનો લાભ લેવા માટેના જરૂરી તમામ ડોક્યુમેન્ટ્સ એકત્રિત કરી ઉચિત કાર્યવાહી કરવામાં આવી હતી. આથી સંસ્થાની આર્થીક રીતે પછાત એવી ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી 173 વિદ્યાર્થીનીઓને ફૂડ બિલ યોજના હેઠળ રાજ્ય સરકાર તરફથી 20 લાખ 76 હજાર રૂપિયા વિદ્યાર્થિનીઓના ખાતામાં સીધા જ જમા કરાવવામાં આવ્યા હતા. સંસ્થા તરફથી સરકારને કરવામાં આવેલી દરખાસ્ત બાદ આ રકમ વિદ્યાર્થીનીઓને ફાળવાતા દીકરીઓના પરિવારજનોએ રાજ્ય સરકાર તથા સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. પરિણામલક્ષી આ કામગીરી કરવા બદલ સંસ્થા પ્રમુખ બેચરભાઈ હોથીએ સહુને બિરદાવીને આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે તમામ જ્ઞાતિની મળીને કુલ 6 હજાર દીકરીઓ આ સંસ્થામાં રહી સ્કૂલ કોલેજનો અભ્યાસ કરી રહી છે. ફીના અભાવે કોઈ દીકરી અભ્યાસથી વંચિત ન રહે એવો સંસ્થાનો હંમેશા આદર્શ રહ્યો છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text