મોરબી : કેશરીનંદન હનુમાનજીની જન્મજયતિ ધામધૂમથી ઉજવવા ભક્તોમાં અનેરો ઉત્સાહ

- text


ઠેરઠેર આવેલા હનુમાન મંદિરોમાં મારુતિ યજ્ઞ,સુંદરકાંડ, બટુક ભોજન, સંતવાણી,મહાપ્રસાદ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાશે

મોરબી : મોરબીમાં કેશરીનંદન અને પરમ રામ ભક્ત મહાબલી ભગવાન હનુમાનજીની જન્મજયતિની ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.શહેર અને ગ્રામ વિસ્તારમાં શેરી ગલીએ આવેલા તમામ હનુમાન મંદિરોમા હનુમાન જયતીની ધામધૂમથી ઉજવણી કરવાનું આયોજન કરવમાં આવ્યું છે.જેમાં હનુમાન મંદિરોમાં મારુતિ યજ્ઞ, સુંદરકાંડ, ધૂન ભજન, સંતવાણી, બટુક ભોજન તથા મહાપ્રસાદ સહિતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

આગામી 19 એપ્રિલના રોજ ભગવાન શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીની જન્મજયતિનો પવન અવસર છે.ત્યારે મોરબીમાં હનુમાન જયતીની ધામધૂમથી ઉજવણી કરવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભક્તો હનુમાન જયતીની ઉજવણીની તૈયારીમાં લાગી ગયા છે.શહેર તથા ગામે ગામ આવેલા હનુમાન મંદિરોની સાંજ સજાવટ તથા ધજાકા પતાકા લગાવવા સહિતની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.અને હનુમાનજીના મંદિરોમાં હનુમાન જ્યંતી નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે.જેમાં લાતીપ્લોટમાં આવેલ મણીધર હનુમાન મંદિરે હનુમાન જયતીએ પંચકુંડી સુંદરકાંડ યજ્ઞ, ધ્વજારોહણ સહિતના ધમીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.તેમજ મોરબી સીરામીક સિટીની બાજુમાં ઉમિયાનગર પાસે આવેલા ધારાવારા હનુમાન મંદિરે મારુતિ હવન યોજાશે.આ ઉપરાંત શહેરના દરેક વિસ્તારમાં આવેલા હનુમાન મંદિરે હનુમાન જયતીએ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.જેમાં સો ઓરડીમાં આવેલા બાલા હનુમાન મંદિર, રવાપર રોડ પરના ચકિયા હનુમાન મંદિર, સામાકાંઠે પંચમુખી હનુમાન, નારીચણા હનુમાન મંદિર, બેલા પાસેના ખોખરાધામ હનુમાન મંદિર, એઇ.ઇ.કોલેજ રોડ પરના મોરબાના હનુમાન મંદિર તેમજ શનાળા રોડ, રવાપર રોડ,ન્યુ હાઉસિંગ બોર્ડ, જુના નવા સ્ટેન્ડ પાસે,ગ્રીનચોક અંદરના વિસ્તારોમાં, સામાકાંઠે હાઉસોંગ બોર્ડ ,રોટરી નગર,રિલીફ નગર,સહિતની અનેક સોસાયટી, તેમજ શહેરના દરેક વિસ્તારોમાં આવેલા નાના મોટા હનુમાન મંદિરોમાં હનુમાન જયતીની ધામધૂમથી ઉજવણી કરાશે તેમજ અંરકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે.આ ઉપરાંત અમુક હનુમાન મંદિરોમાં આધુનિક પ્રણાલી મુજબ કેક કાપીને હનુમાન જ્યંતી ઉજવાશે તેમજ અમુક હનુમાન મંદિરોમાં સામાજિક અને સેવાકીય પ્રવૃતિઓ કરીને હનુમાન જ્યંતી ઉજવાશે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text