મોરબી કરજણ એસટી બસની અનિયમિતતાથી મુસાફરો પરેશાન

- text


એસટી બસની વારંવાર બ્રેક ડાઉન થતા રઝળી પડતા મુસાફરો

મોરબી : મોરબી કરજણ એસટી બસની અનિયમિતતાના કારણે મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે.જોકે આ બસની બ્રેક વારંવાર ડાઉન થઈ જતી હોવાને કારણે મુસાફરો રઝળી પડે છે.આથી આ બાબતે એસટી તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

મોરબીના સામાજિક કાર્યકર પી.પી.જોશીએ જણાવ્યું હતું કે,મોરબી કરજણ એસટી બસ છેલ્લા કેટલાક સમયથી અનિયમિત છે.મોરબીથી દરરોજ રાત્રીના 12 વાગ્યે ઉપડતી કરજણ ડેપોની બસની અધવચ્ચે વારંવાર બ્રેક ડાઉન થાય છે.તેથી મુસાફરો રઝળી પડે છે. ના છૂટકે મુસાફરોને ખાનગી વાહનોની સહારો લેવો પડે છે.જોકે આ એસટી બસમાં દરરોજ ચાલીસ જેટલા રિઝર્વેશન હોય છે.તેમજ આ બસ અમદાવાદથી રેલવે કનેક્શન સાથે જોડાયેલી છે.ત્યારે આ બસની વારંવાર બ્રેકડાઉન્ થઈ જતી હોવાથી મુસાફરોને સમયસર અમદાવાદમાં પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે.આ એસટી બસની અનિયમિતતા મામલે કરજણ ડેપો મેનેજરને અનેકવખત રજુઆત કરી હોવા છતાં આ પ્રશ્ન ઠેરનો ઠેર જ રહ્યો છે.બીજી તરફ મુસાફરોની હાલાકી વધતી જતી હોવાથી તેમને આ બસની અનિયમિતતાનો પ્રશ્ન હલ કરવા એસટી તંત્ર સમક્ષ માગ ઉઠાવી છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

- text