મોરબી નજીક બાઇક પલ્ટી જતા યુવાનનું મોત

- text


મોરબી : મોરબી નજીક બાઇક પલ્ટી જતા બાઈકસવાર યુવાનનું મોત નીપજ્યું હતું.આ બનાવની મોરબી તાલુકા પોલિસ સ્ટેશનેથી મળતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે આવેલા ત્રાજપર ખારી વિસ્તરમાં રહેતા લખમણભાઈ દાનભાઈ મકવાણા અને વિજયભાઈ છગનભાઇ પનારા ગતતા.14 એપ્રિલના રોજ મોરબી હળવદ રોડ પર ઉંચી અને નીચી માંડલ ગામ વચ્ચે તળાવિયા પીરની દરગાહ પાસેથી બાઇક પર પસાર થઈ રહ્યા હતા.ત્યારે બાઇક પલ્ટી જતા ગંભીર ઇજા થવાથી લખમણ મકવાણાનું મોત નીપજ્યું હતું.જ્યારે વિજયભાઈ પનારાને ઇજા પહોંચી હતી.આ બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

 

- text