ટંકારા સ્થા.જૈન સંઘ દ્વારા મહાવીર સ્વામી જન્મજંયતિની ધામધૂમથી ઉજવણી

- text


પૂ. જાગૃતિબાઈ મહાસતીજીની નિશ્રા મા આયંબિલ ઓળીની આરાધના : આયંબિલ શાળા માટે એક લાખ થી વધુનુ ભંડોળ એકઠુ કરી સંધને અર્પણ કરાયું

ટંકારા : ટંકારા શ્રી સંધની વિનંતી સહ ભાવનાને લક્ષ્યમા લઈને ટંકારા મુકામે પરમ પુજ્ય સૌમ્યસ્વરૂપી હિરાબાઈ મહા.ની દિવ્ય કુપાવંત પ પુ. જાગુતીબાઈ મહા સાથે ૬ થાણાની મંગલકારી પ્રેરણા મહિમાવર્ત તપની આરાધના ઉપર ખુબ જ ભાવ પુર્વક ની સમજણ થકી સમસ્ત જૈન સમાજ સાથે પાટીદાર રત્નો બિજી તરફ પરમાર પરીવાર મણિયાર પરીવાર અને કંસારા પરીવાર પણ નવ પદ આયંબિલ ઓળી મા જોડાયેલ.

ટંકારા ના આંગણે જ્યા જૈન સમાજ ની સંખ્યા ઓછી છે ત્યાં ૫૦ જેટલી સંળગ ઓળી તો ૩૦ જેટલા રોજના આયંબિલ આરાધના કરનાર ટંકારા માટે અવિસ્મરણીય છે અને આ બધુ શક્ય મહાસતીજી ની અંતરિક્ષ આરાધના થકી શક્ય બન્યુ છે સાથે સમસ્ત જૈન જૈનેતરો ને સાથે રાખી મહાવીર સ્વામી ની જન્મ કલ્યાણક ની ઉજવણી ધામધૂમથી કરી હતી આ તકે ૯૦ આયંબિલ અને ચિ. ભાવિન કે ગાંધી એ સાતમો ઉપવાસ પણ કર્યો હતો જન્મ કલ્યાણક ને અનુરૂપ પશ્રનોતરી તથા વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી જેમા સૌવ ભાવપૂર્વક જોડાયા હતા.

- text

આમ ચૌત્ર માસ મા દરરોજ વ્યાખ્યાન પ્રતિકમણ સ્તવન અને વિવિધ આરાધના થી સકળ સંધ મા અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો પ. પુ જાગૃતિબાઈ મહા. આદીથાણા ૭ દ્વારા યુવાધન બાળકો અને માતા પિતા ને લઈ જૈનાલિઝમ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું

શ્રી સંધ માં ચંદુભાઈ ગાંધી રાજુભાઈ ગાંધી અને રમેશભાઈ ના નેતૃત્વ હેઠળ તમામ કાર્યકરો અનેરા ઉત્સાહ સાથે પ્રસંગોપાત સુંદર વ્યવસ્થા કરી રહેલ છે સાથે સંધ ને હિરાબાઈ મહાસતીજી ની માસીક પુર્ણ તિથિ પણ ટંકારા ઉજવેલ જેમા જીવદયા માટે ૧૦ લાખ જેટલી રકમ મળી હતી અને આજે આયંબિલશાળા માટે આશરે એક લાખ થી વધુનો ભંડોળ સ્થા.જૈન સંઘ ને અર્પણ કર્યો હતો.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

 

 

- text