મોરબીમાં કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત : મુસાફરને ઇજા

- text


મોરબી : મોરબીના રેલવે સ્ટેશન રોડ પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અકસ્માતમાં રીક્ષા સવાર મુસાફરને પગમાં ફેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના રેલવે સ્ટેશન રોડ પર કુબેરનગર સોસાયટીના નાકા પાસે જીજે ૦૧ આરવી ૪૭૫૭ નંબરની કારના ચાલકે રિક્ષાને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર મુસાફર કાનાભાઈ બેચરભાઈ જોગરાણાને પગમાં ફેક્ચર સહિતની ઇજાઓ પહોંચી હતી. આ મામલે ઇજાગ્રસ્ત કાનાભાઈએ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધતા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

- text

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news

- text