વાંકાનેર : નવ વર્ષ જુના મર્ડર કેસમાં ચાર આરોપીની હાઈકોર્ટના હુકમથી ધરપકડ,એક ફરાર

મુખ્ય આરોપી સેશન્સ કોર્ટમાં શંકાના આધારે નિર્દોષ છૂટયો : ફરિયાદીએ અન્ય આરોપીની ધરપકડ માટે અરજી કરતાં હાઇકોર્ટના હુકમને અનુસંધાને વાંકાનેર તાલુકા પોલીસે અન્ય આરોપીઓની ધરપકડ કરી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં ફરિયાદી રમેશ ખોડા રબારી રહે. રવાપર મોરબી અને તેના ભાગીદાર દિપક લાલજીભાઈ ગોહિલ રહે. રાજકોટ વાળાએ દિનેશભાઈ પટેલ ની જમીન વાર્ષિક રૂપિયા ૩૦ હજારમાં વાવવા માટે રાખેલ હોય જે જમીનમાં દિનેશભાઈ પટેલ અને ત્રંબક પટેલ ને વિવાદ ચાલતો હતો. વરસાદ થતાં ગત તારીખ 9/7/2010ના રોજ આ કામના ફરિયાદી તેમજ તેનો મિત્ર દિપક અને ભરતભાઈ પાટડીયા રહે. ઘુનડા વાવણી માટે વાડી પર ગયેલ અને ચતુરભાઈ નું ટ્રેક્ટર વાવણી માટે લઈ આવેલ જેમાં ટ્રેક્ટરનું ચક્કર તૂટી જતાં દીપક પંચાસિયા ગામે રહેવા જતા ફરિયાદી રમેશ એમ જ ભરત તથા ટ્રેક્ટર વાળો ચતુરભાઈ ઊભા હતા ત્યારે ત્રંબક પટેલ અને સાથે બીજા પાંચ અજાણ્યા માણસો ત્રણ મોટર સાયકલ લઇ આવી ગાળાગાળી કરી ભરતને ત્રબકે છરીના બે ઘા મારતાં ભરત ઘાયલ થતાં આરોપીઓ ભાગી ગયેલ બાદમાં ભરતને મોરબી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયેલ જ્યાં ભરતનું મૃત્યુ થઈ જતાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રંબક અને પાંચ અજાણ્યા માણસો વિરુદ્ધ ગુનો દાખલ થયેલ જેમાં પોલીસે તપાસમાં ત્રંબકની ધરપકડ કરી જેલ હવાલે કરેલ તેમજ અજાણ્યા માણસો વિરૂદ્ધ કોઈ સાક્ષી, પંચો કે પુરાવાઓ મળી આવેલ ન હોય ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી આપેલ.

સદર કેસમાં મોરબી સેશન કોર્ટમાં તારીખ 25/3/2019 ના રોજ ચુકાદો આવી ગયેલ જેમાં આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવાનો હુકમ પણ થઇ ગયેલ છે જે આખો કેશ અન્ડર ટ્રાયલ ચલાવવામાં આવેલ જેમાં આરોપી જેલ હવાલે રહેલ.

ઉપરોક્ત કેસમાં ફકત એક જ આરોપીની ધરપકડ થયેલ હોય અન્ય બીજા માણસોની ધરપકડ કરેલ ન હોવાથી ફરિયાદી હાઇકોર્ટમાં અન્ય આરોપી માં રૂગનાથ પટેલ રહે. મોરબી, તુલસીભાઈ કાસુન્દ્રા રહે. ઘુનડા, જયેશ તુલસીભાઈ કાસુન્દ્રા, આરોપી ત્રંબકના બંને દીકરા મનીષ અને કેતન વિરુદ્ધ અરજી આપતાં નામદાન હાઇકોર્ટ દ્વારા આરોપીને ધરપકડ કરી ચાર્જશીટ કરવાં જણાવતાં મોરબી સેશન્સ કોર્ટ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને હુકમ કરતાં તારીખ 16/4/2019 ના રોજ આરોપી રૂગનાથભાઈ પટેલ રહે. મોરબી, તુલસીભાઈ કાસુન્દ્રા, મનીષભાઈ અને કેતન ભાઈની ધરપકડ કરેલ તેમજ જયેશ તુલસીભાઈ કાસુન્દ્રાની શોધખોળ હાથ ધરેલ છે વાંકાનેર તાલુકા પીએસઆઇ એસ.એ. ગોહિલ દ્વારા ઝડપાયેલા આરોપીની રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરેલ છે અને નાસિક છૂટેલા આરોપીની ધરપકડ માટે પ્રયાસો હાથ ધરેલ છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news