ટંકારામાં વેસ્ટેજ ભરેલા ઓવરલોડેડ ટ્રકને ચેકપોસ્ટ પણ નડતી નથી!!

તંત્રની કામગીરી સામે અનેક સવાલો : ઓવરલોડેડ ટ્રકથી અન્ય વાહનોચાલકો પર તોળાતું અકસ્માતનું જોખમ

ટંકારા : ટંકારામા વેસ્ટેજ ભરેલો ઓવરલોડ ટ્રક શહેરમાંથી સડસડાટ નીકળી ગયો હતો. આ ટ્રકને ચેક પોસ્ટ પણ ન નડતા આશ્ચર્ય સર્જાયું હતું. જો કે આ ઘટનાથી પોલીસ તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. આવા ઓવરલોડેડ ટ્રકથી અન્ય વાહનોચાલકો ઉપર પણ અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. ત્યારે તંત્ર આ મામલે કુણુ વલણ દાખવવાનું બંધ કરે તેવી માંગ ઉઠી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારાના વિરપર ગામે એક કારખાનમાંથી કાગળના પૂંઠાનું વેસ્ટેજ એક ટ્રકમાં ઠુસી ઠુસીને ભરવામાં આવ્યું હતું. બાદમાં આ ઓવરલોડેડ ટ્રક વિરપરથી નીકળીને ટંકારા પહોંચ્યો હતો. ટંકારા શહેરમાંથી પણ આ ટ્રક સડસડાટ નીકળી ગયો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે આ ટ્રકે સરળતા પૂર્વક ચેકપોસ્ટ પણ પર કરી લીધી હતી. આમ તંત્રની નિષ્ક્રિયતાના પગલે ઓવરલોડેડ ટ્રક કોઈ પણ જાતના અવરોધ વગર નિર્ધારિત સ્થળે પહોંચ્યો હતો.

આ સમગ્ર ઘટનાથી પોલીસ તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. આ પ્રકારે ઓવરલોડેડ ટ્રક અન્ય વાહનચાલકો પર પણ કાળ બનીને જોખમ ઉભું કરતા હોય છે. ત્યારે પોલીસ તંત્ર આવા ઓવરલોડેડ વાહનો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ પણ ઉઠી છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news