ટંકારાના ઓટાળામા જુગાર રમતા ૭ પકડાયા : રૂ. ૩.૭૩ લાખની રોકડ કબ્જે

- text


ટંકારા : મોરબી એલસીબીએ ટંકારાના ઓટાળા ગામની સીમમાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડીને જુગાર રમતા ૭ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે.આ સાથે રૂ. ૩.૭૩ લાખની રોકડ કબ્જે કરી એલસીબીની ટીમે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ ટંકારા તાલુકાના ઓટાળા ગામે અશ્વિન કરશનભાઇ દેસાઇના ભોગવટા વાળી વાડીની ઓરડીમાં ગંજીપતાના પાના વડે જુગાર રમતા અશ્વિન કરશનભાઇ દેસાઇ રહે. ઓટાળા, ભાવેશ શાંતીલાલભાઇ દેશાઇ રહે.ઓટાળા, ભાસ્કર સુંદરજીભાઇ દેશાઇ રહે.ઓટાળા, ભરત કરશનભાઇ કકાસણીયા રહે.મોરબી,  ભરત ગોરધનભાઇ સવસાણી રહે.હિરાપર, બાબુ રૂગનાથભાઇ ભાડજા રહે.મોરબી અને રાજેશ બચુભાઇ કાસુન્દ્રા રહે. ભક્તિનગર સર્કલ પાસે, મોરબી વાળાને રોકડા રૂપીયા ૩,૭૩,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧ કી.રૂ.૫૦૦/- તથા
ગંજીપતાના પાના નંગ-પર વિગેરે મળી કુલ મુદામાલ કી.રૂ.૩,૭૪,૦૦૦/- સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ છે.

- text